Homeદે ઘુમા કેજે ખેલાડીનો રિષભ પંતે બે વખત કેચ છોડ્યો એ 50 રન કરી...

જે ખેલાડીનો રિષભ પંતે બે વખત કેચ છોડ્યો એ 50 રન કરી ગયો

Team Chabuk – Sports Desk: સિડનીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ મેચ જોઈને તમને મહેન્દ્રસિંહ ધોનીની યાદ આવી ગઈ હશે. એટલે નહીં કે આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમમાં ઓપનર તરીકે ડેબ્યુ કરનાર વિલ પુકોવસ્કીના વાળ ધોનીની જેમ લાંબા છે. પરંતુ ઋષભ પંતના કારણે. કેમ કે ટેસ્ટ મેચમાં ઋષભ પંતે બે કેચ છોડ્યા. પંતે એક બાદ એક કેચ અને એ પણ એક જ ખેલાડીના છોડી દેતા સોશિયલ મીડિયા યુઝર્સ ખુબ ટ્રોલ કરી રહ્યા છે. પંતે બંને કેચ કાંગારૂ તરથી ડેબ્યૂ કરનાર ઓપનર વિલ પુકોવસ્કીના છોડયા. જે બાદ વિલ પુકોવસ્કીએ 62 રન બનાવ્યા.

પહેલો કેચ પંતે 22મી ઓવરના છેલ્લા બોલે છોડ્યો. અશ્વિન બોલિંગ કરી રહ્યો હતો. ઓવરનો છેલ્લો બોલ હતો. આ દરમિયાન વિલ બેટ અને બોલનો ખાસ સંપર્ક ન કરી શક્યો અને સીધો બોલ પંત પાસે ગયો. જો કે, પંત કેચ ઝડપી શક્યો નહી. આ દરમિયાન વિલ પુકોવસ્કી 26 રને રમી રહ્યો હતો.

આજના મેચમાં પંત.

ત્રણ ઓવર બાદ એટલે કે 25મી ઓવરમાં પંતે ફરી વિલને જીવનદાન આપ્યું. 25મી ઓવરમાં મોહમ્મદ સિરાજની બોલિંગ પર ફરી કેચ ડ્રોપ કર્યો. આ દરમિયાન વિલ પુકોવસ્કી 42 રને રમી રહ્યો હતો. બીજો કેચ પહેલાં કેચ કરતાં થોડો મુશ્કેલ હતો. બોલ હવામાં ઉછળ્યો અને પંતે પાછળ ફરીને ભાગવું પડ્યું. બોલ સુધી તે પહોંચી પણ ગયો જો કે ડાઈવ લગાવતી વખતે બેલેન્સ ન જળવાતા તે જમીન પર પટકાયો અને કેચ પણ છૂટ્યો. આમ, પંતે બે કેચ છોડતા ફેન્સ નારાઝ થયા અને સોશિયલ મીડિયા પર પંતની ફિરકી લીધી.

એક યુઝરે લખ્યું પંત દિલ્હી કેપિટલના કોચ પાસેથી કશું નથી શીખ્યો. જો શીખ્યો હોત તો તેણે આ કામ આસાનીથી કરી લીધુ હોત.

એક યુઝરે લખ્યુ સારુ થયું પંત ભારતમાં નથી. નહીં તો લોકો અત્યારે ધોની…ધોનીની બૂમ પાડી રહ્યા હોત.

એક યુઝરે લખ્યું કે, ઋષભ પંત સાબિત કરી રહ્યો છે કે, તે એક ગ્રેટ વિકેટ કીપર નથી.

ટી બ્રેક બાદ વિલ પુકોવસ્કી આઉટ થયો હતો. નવદીપ સૈનના બોલ પર વિલ LBW થયો હતો. વિલએ 110 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 62 રન ફટકાર્યા હતા.

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસના અંતે કાંગારૂએ 2 વિકેટે 166 રન કર્યા છે. માર્નસ લબુશેન 67  અને સ્ટીવ સ્મિથ 31 રને અણનમ છે. લબુશેને પોતાની ટેસ્ટ કારકીર્દિની નવમી ફિફટી નોંધાવી છે અને સ્મિથ સાથે ત્રીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી છે. ભારત માટે મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ લીધી છે.. ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદ વિઘ્ન બનતા પ્રથમ દિવસે માત્ર 55 ઓવર ફેંકાઈ.

અગાઉની બે ટેસ્ટમાં નિષ્ફળ રહેલા સ્ટીવ સ્મિથનું બેટ આજે બોલ્યું હતું. સ્ટીવ સ્મિથ હાલ 31 રન પર ક્રિઝ પર છે. અગાઉની બન્ને ટેસ્ટમાં સ્મિથ ડબલ ડિજિટ સુધી પણ નહતો પહોંચી શક્યો. તેથી સ્મિથનું ફોર્મમાં પરત ફરવું ટીમ માટે રાહતની વાત છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments