Homeગામનાં ચોરે500 ઉપર યુવતીઓના એકાઉન્ટ હેક કર્યા, પ્રેમજાળમાં ફસાવી, નગ્ન તસવીરો મંગાવી ને...

500 ઉપર યુવતીઓના એકાઉન્ટ હેક કર્યા, પ્રેમજાળમાં ફસાવી, નગ્ન તસવીરો મંગાવી ને હવે 11 વર્ષની સજા…

Team Chabuk – International Desk : સોશિયલ મીડિયા સિક્કાની બે બાજુ છે. આ માધ્યમના અનેક ફાયદાઓ છે. તો સામે કેટલાક નુકસાન પણ છે. આ નુકસાન તમને ક્યારેક પોતાના જ કારણે થઈ શકે છે અથવા તો કોઈ હેકર જ્યારે તમારું એકાઉન્ટ હેક કરી લે ત્યારે મુસીબત સર્જાતી હોય છે. આવી જ એક ઘટના બ્રિટનમાં બની છે. એક હેકરે 574 સગીરા અને યુવતીઓના એકાઉન્ટ હેક કરી તેને બ્લેકમેઈલ કરી. જો કે, આખરે હેકર ઝડપાઈ ગયો છે અને તેને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. બ્રિટિશ અદાલતે દોષિત હેકરને 11 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.

કોણ છે યુવક ?

યુવક મૂળ ભારતીય છે જેનું નામ આકાશ સોંધી છે. આકાશ વર્ષોથી બ્રિટનમાં જ રહેતો હોવાનું જાણવા મળ્યું છે. 27 વર્ષીય આકાશ કમ્પ્યુટરનો ખુબ સારો જાણકાર છે.

કેવી રીતે કરતો બ્લેકમેઈલિંગ

આકાશ સોંધીએ 26 ડિસેમ્બર 2016 સુધીમાં સેંકડો સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હેક કર્યા હોવાનો ખુલાસો થયો છે. ખાસ કરીને આકાશે યુવતીઓના સ્નૈપચેટ એકાઉન્ટને નિશાન બનાવ્યા. આકાશ એવી જ યુવતીઓ કે સગીરાને પસંદ કરતો જેની ઉંમર 16થી 25 વર્ષ સુધીની હોય. એકવાર એકાઉન્ટ હેક કર્યા બાદ આકાશ યુવતીઓ પાસેથી નગ્ન તસવીરો માગતો. આવું ન કરનારી યુવતીઓને તે ધમકી આપતો કે તેની અંગત તસવીરો તે વાયરલ કરી દેશે. ત્યાં સુધી કે તેના મિત્રો અને પરિવારને પણ મોકલી દેશે. આકાશની જાળમાં ફસાઈને યુવતીઓ તેને નગ્ન ફોટા મોકલી દેતી હતી.

યુવતીઓ પર ગંભીર અસર થઈ

બ્રિટિશ ક્રાઉન પ્રોસીક્યૂશન સર્વિસે આ અંગે કહ્યું કે, ઓછામાં ઓછી 6 યુવતીઓ પાસે આકાશ પોતાની માગણી પૂરી કરવામાં સફળ રહ્યો હતો. આ આંકડો વધારે પણ હોઈ શકે છે. બ્રિટિશ ક્રાઉન પ્રોસીક્યૂશન સર્વિસે આકાશ પર આરોપ લગાવ્યો હતો કે, આકાશના જાળમાં ફસાયેલી યુવતીઓ મોટાભાગની યુવતીઓને ગંભીર ભાવનાત્મક અને માનસિક નુકસાન થયું છે. ત્યાં સુધી કે એક યુવતી એવી પણ સામે આવી ચુકી છે જે આત્હત્યાનો પણ પ્રયાસ કરી ચુકી છે.

મામલો કેવી રીતે સામે આવ્યો

અંદાજીત 12થી વધુ યુવતીઓની ફરિયાદ મળતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. યુવતીઓની એક જેવી ફરિયાદથી તંત્રએ એ દિશામાં તપાસ શરૂ કરી હતી. 19 માર્ચ 2020ના દિવસે પોલીસે આકાશના ઘરે રેડ કરી અને તેની ધરપકડ કરી લીધી હતી. જે બાદ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આકાશે હેકિંગ અને બ્લેકમેઈલિંગ સહિતના કુલ 65 ગુનાઓ કબૂલ્યા હતા.  હવે 11 વર્ષ સુધી આકાશ જેલમાં જ રહેશે અને અફસોશ કરશે કે ટેકનોલોજીનો સદઉપયોગ કર્યો હોત તો જેલની જગ્યાએ મહેલમાં હોત.

શું ધ્યાન રાખવું ?

જો તમને આશંકા થાય કે તમારું એકાઉન્ટ હેક થયું છે તો તાત્કાલિક તેનો પાસવર્ડ ચેન્જ કરી નાખો. પછી તે કોઈ પણ એકાઉન્ટ હોય. જેવા કે, ફેસબુક, ઈન્સ્ટા અથવા તો ઈ-મેઈલ. સમયાંતરે તમારે તમે બનાવેલા એકાઉન્ટના પાસવર્ડ ચેન્જ કરતાં રહેવા જોઈએ. પાસવર્ડ એવો રાખવો જોઈએ જે સરળ ન હોય. દા.ત. તમારુ નામ અને મોબાઈલ નંબર. આવા આઈડીને હેકર જલદીથી હેક કરી શકે છે. પાસવાર્ડ રાખતી વખતે અંગ્રેજી અક્ષરો સાથે ફંક્શન કી અને નંબરનો પણ યુઝ કરો. જ્યારે તમારી સાથે આવી કોઈ ઘટના બને તો હેકરને જવાબ આપવાની જગ્યાએ તમારે પોલીસનો સંપર્ક કરવો જોઈએ ન કે હેકરથી ડરવું જોઈએ.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments