Team Chabuk-Sports Desk: ભારતીય ક્રિકેટ ટીમ હાલ બાંગ્લાદેશના પ્રવાસે છે. વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા સાત વર્ષ બાદ બાંગ્લાદેશ પહોંચી છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ટીમે 2015માં બાંગ્લાદેશ પ્રવાસ પર વનડે શ્રેણી રમી હતી, જેમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો.
આવી સ્થિતિમાં આ વખતે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા પાસે તે હારનો બદલો લેવાની તક છે. તમને જણાવી દઈએ કે ત્રણ મેચોની વનડે સીરીઝની પ્રથમ મેચ રવિવારે (4 ડિસેમ્બર) રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે 11.30 વાગ્યાથી ઢાકામાં રમાશે.
ભારતીય ટીમે બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં કુલ 4 દ્વિપક્ષીય વનડે શ્રેણી રમી છે. આ વખતે બંને ટીમો વચ્ચે પાંચમી સિરીઝ રમાશે. આ ચાર શ્રેણીમાંથી ભારતીય ટીમે પ્રથમ ત્રણ પર કબ્જો કરી લીધો છે. બાંગ્લાદેશે જૂન 2015માં રમાયેલી ચોથી શ્રેણીમાં 2-1થી જીત મેળવી હતી. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હતા.
અત્યાર સુધી બાંગ્લાદેશે ભારતમાં દ્વિપક્ષીય વનડે શ્રેણી રમી નથી. જો એકંદરે વનડે મેચોની વાત કરીએ તો તેમાં પણ ભારતીય ટીમનો દબદબો જળવાઈ રહ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 36 વનડે રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 30માં જીત અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ અનિર્ણિત રહી હતી.
તાજેતાજો ઘાણવો
- રાજ્યમાં થશે ખેલમહાકુંભ 3.0નું આયોજન, બાળકોથી માંડીને વડીલો સુધીના લઈ શકશે ભાગ
- આર્મીમાં જવાનો શોખ પુરો ન થતા નકલી આર્મીમેન બન્યો, સીનસપાટા ભારે પડ્યા
- ખાલી પેટ બીલીપત્ર ખાવાથી મળશે આ ગજબના ફાયદા, આજે જ ચાલુ કરી દો
- કાતિલ ઠંડીમાં ખજૂરના સેવનથી થશે અનેક ફાયદા, આજે જ ડાયેટમાં સામેલ કરો
- નિવૃત્ત થઈ રહેલા કર્મચારીઓ-અધિકારીઓ માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, લાખો રૂપિયાનો થશે ફાયદો