Homeગામનાં ચોરેપાટા પરથી સળિયો ઊછળી કાચ તોડી યુવકના ગળાની આરપાર થયો, 110...

પાટા પરથી સળિયો ઊછળી કાચ તોડી યુવકના ગળાની આરપાર થયો, 110 કિમીની ઝડપે હતી ટ્રેન

Team Chabuk-National Desk: મૃત્યુ ક્યારે અને કેમ આવી જાય તેની કોઈને જાણ નથી હોતી ! આપણે એવા ઘણા કિસ્સા સાંભળ્યા અને જોયા છે કે, કોઈ વ્યક્તિ ડાન્સ કરતાં-કરતાં કે કોઈ વ્યક્તિ જીમમાં વર્કઆઉટ કરતાં કરતાં જીવ ગુમાવે છે. પરંતુ કેટલાક એવા અકસ્માત બને છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. ટ્રેનમાં જઈ રહેલા આ વ્યક્તિએ પણ નહીં વિચાર્યું હોય કે તેની મંઝિલ પહેલાં તેનું મોત આવી જશે !

ઉત્તર પ્રદેશના અલીગઢમાં નીલાંચલ એક્સપ્રેસમાં પાટા પર પડેલો સળિયો ઉછળીને ટ્રેનની બારીમાંથી અંદર આવે છે અને એક મુસાફરના ગળામાં ઘુસી જાય છે અને માથું ફાડીને બહાર નીકળે છે. પ્રવાસીનું ઘટના સ્થળે જ મોત થઈ જાય છે. ઘટના પછી કમ્પાર્ટમેન્ટમાં ચીચીયારીઓ ગુંજી હતી. લોકો નાસભાગ કરવા લાગ્યા હતા. ઘટના સમયે ટ્રેનની સ્પીડ 110 કિમી/કલાકની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ ભયંકર ઘટનામાં કોઈને કંઈ સમજાઈ રહ્યું નહતું કે, આખરે થયું શું છે?. થોડી જ વારમાં કમ્પાર્ટમેન્ટનો ફ્લોર લોહીથી લાલ થઈ ગયો. આ દરમિયાન અન્ય પ્રવાસીઓએ ચેન ખેંચીને ટ્રેન રોકી હતી. GRP અને RPFને બોલાવવામાં આવ્યા. મૃતદેહને ટ્રેનની બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.

રેલવે અનુસાર, ઘટનામાં જીવ ગુમાવનારનું નામ હરિકેશ દુબે હતું. તે સુલ્તાનપુરના ગોપીનાથપુર ગામનો રહેવાસી છે. ગુરુવારે ઘરે જવા દિલ્હીથી સુલ્તાનપુર જતો હતો. ટ્રેન અલીગઢના સોમના પહોંચનાર હતી, પરંતુ ત્યારે આ ઘટના બને છે. હરિકેશ દિલ્હીમાં મોબાઈલ ટાવર સાથે જોડાયેલી કંપનીમાં ટેક્નિશિયનનું કામ કરતો હતો. તે ટ્રેનના જનરલ કોચમાં બારીની પાસે બેઠો હતો.

આ ઘટનામાં હરિકેશ પાસે બેઠેલી મહિલા માંડ-માંડ બચે છે. મહિલા પોતાની સીટ પર બેસી હતી. સળિયો તેના ગળાને અડીને નીકળે છે. મહિલાએ રેલવે સ્ટાફને પૂછપરછમાં કહ્યું- ટ્રેનની સ્પીડ ખૂબ વધારે હતી. અચાનક આ ઘટના બની. ટ્રેનના અવાજમાં કદાચ તેની બૂમ પણ કોઈને સંભળાઈ નહીં. થોડી સેકેન્ડ પછી જોયું તો સળિયો માથામાં ઘુસી ગયો હતો. સીટમાં લોહી વહેવા લાગ્યું હતું. આ જોઈ મારી અને અન્ય પ્રવાસીઓની બૂમ નીકળી ગઈ હતી. કોચમાં નાસભાગ થઈ. તાત્કાલિક ટ્રેનને રોકી પોલીસને જાણ કરવામાં આવી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments