Homeગામનાં ચોરે40 વર્ષથી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા 65 વર્ષીય મોતીલાલ અને 60 વર્ષીય...

40 વર્ષથી લિવ ઈન રિલેશનશીપમાં રહેતા 65 વર્ષીય મોતીલાલ અને 60 વર્ષીય મોહિની આખરે લગ્નના બંધનમાં બંધાયા

Team Chabuk-National Desk: અમેઠી જિલ્લાના ખુટહના ગામમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા હતા. વૈદિક રીતિ રિવાજથી સંપન્ન થયેલા લગ્નમાં વરરાજા મોતીલાલની ઉંમર 65 વર્ષ તો વધુ મોહિનીની ઉંમર 60 વર્ષ હતી. આ લગ્નની ખાસિયત એ રહી કે જાનૈયા અને આવકારનારા બધા એક જ પરિવારના લોકો હતા. વૃદ્ધની દીકરીઓ અને દોહીત્રીઓ જાનમાં હતી જ્યારે સામે પુત્રની વહુ અને તેમના પૌત્ર પૌત્રીઓ હતા.

ખુટહના ગામના રહેવાસી મોતીલાલના ઘરમાં રવિવારના રોજ જશ્નનો માહોલ હતો. પરિવારના 65 વર્ષીય વૃદ્ધ અને મોભી મોતીલાલ અને 60 વર્ષની મોહિનીના લગ્ન હતા. આ બંને વૃદ્ધ ચાલીસ વર્ષની વયથી લિવ ઈન રિલેશનશિપમાં રહી રહ્યા હતા. આટલી મોટી ઉંમરે લગ્ન થતાં હોય સમગ્ર પંથક હિલોડે ચડ્યું હતું. આ લગ્નને નેશનલ મીડિયાએ પણ કવર કર્યું હતું કારણ કે 40 વર્ષ લિવ ઈન રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કરનારું કદાચ આ ભારતનું પ્રથમ કપલ હશે.

મોતીલાલના ઘર ઉપર સંબંધીઓની ભીડ ઉમટી પડી હતી. આ ભીડ મોતીલાલના વેવિશાળમાં ભાગ લેવા માટે આવી હતી. જેમાં તેમની દીકરીઓથી લઈને દોહીત્રીઓ અને તેમના પુત્ર પુત્રીઓ પણ હાજર હતા. લગ્નમાં સામેલ લોકોએ ડિજેની ધુન પર ડાન્સ કર્યો હતો. ગામમાં મંગળગીતો પર ગુંજ્યા હતા.

પોતાના લગ્નમાં મોતીલાલે સંબંધીઓ અને મિત્રો સિવાય ગામના લોકોએ કાર્ડ આપી આમંત્રણ પાઠવ્યું હતું. એટલે કે જેમ યુવા વયે લગ્નમાં થાય છે તેવી જ રીતે આ બંને વૃદ્ધોએ લગ્ન કર્યા. કોઈ પણ જાતની કસર છોડી નહીં. સમારોહમાં તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાતના સમયે મોતીલાલ અને મોહિનીએ સાત ફેરાફેરી પોતાના લગ્નને માન્યતા આપી હતી.

મોતીલાલ આ અંગે જણાવે છે કે 40 વર્ષથી એ મોહિનીની સાથે લગ્નના બંધનમાં બંધાયા વિના જીવન વ્યતિત કરી રહ્યા હતા. પુત્ર અને પુત્રીઓનાં લગ્નમાં સમસ્યા ન આવે એટલા માટે લગ્ન ન કર્યા. જોકે એવું થયું નહીં. મોતીલાલના બે પુત્ર અને બે પુત્રીઓ છે અને બધા વિવાહિત છે.

મોતીલાલની બે દીકરીઓ પ્રિયા અને સીમા છે. બંને પિતાના લગ્નમાં જાનૈયા તરીકે જોડાઈ. પ્રિયા અને સીમાએ આ પ્રસંગમાં ખુશી વ્યક્ત કરી હતી. આ વિશે મોતીલાલના લગ્નની વિધિને પૂર્ણ કરનારા પંડિત તેજ રામ પાંડેયે જણાવ્યું કે, આમના લગ્ન નહોતા થયા. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર વિવાહ વિના પેદા થયેલી સંતાનોનું કરવામાં આવેલું શ્રાદ્ધ અને તર્પણ પિતા માતાને મળતું નથી. જેથી તેઓએ આ ઉંમરમાં પોતાના લગ્ન કર્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments