Homeદે ઘુમા કેપ્રથમ ટેસ્ટનો બીજો દિવસ વરસાદના નામે

પ્રથમ ટેસ્ટનો બીજો દિવસ વરસાદના નામે

Team Chabuk-Sports Desk: ભારત અને આફ્રિકા વચ્ચે સેન્ચુરીયનમાં રમાય રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં વરસાદનું વિઘ્ન આડું આવ્યું છે. ટેસ્ટનો બીજો આખો દિવસ વરસાદના નામે લખાઈ ગયો હતો. જેથી એક પણ બોલ રમાઈ નહોતી. હવે આજે ત્રીજા દિવસે પણ મેચ રમાશે કે નહીં તેનું કોઈ સ્પષ્ટ કારણ અધિકારીક રીતે સામે નથી આવ્યું. શું મંગળવારે પણ સેન્ચુરીયનના વાદળો ઘેરાયેલા રહેશે? કે પછી મેચ યોજાશે?

આજે મેચની શક્યતા

હવામાન વિભાગની વેબસાઈટ એકયૂવેધરના જણાવ્યા અનુસાર મંગળવારના રોજ વાતાવરણ ચોખ્ખુ રહેશે અને વરસાદ નહીં પડે. તાપમાન 27 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આકાશમાં વાદળો ઘેરાયેલા દેખાશે પણ મહત્તમ સમય આકાશ સાફ નજર આવશે. ક્લાઉડ કવર 15 ટકા રહેશે. આંધી-તોફાનની શક્યતા પણ નહીંવત છે.

આવતીકાલે એક કલાક વરસાદની સંભાવના

29 ડિસેમ્બરના રોજ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. જોકે આ દિવસે ક્લાઉડ કવર 50 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે દિવસનો મહત્તમ સમય વાદળોથી ઘેરાયેલો રહેશે. તોફાનની સંભાવના 33 ટકા રહેશે. એક કલાક વરસાદ થઈ શકે છે. જોકે તેનાથી રમતને વધારે નુકસાન નહીં થાય. મેચના ચોથા દિવસની રમત પણ થઈ શકશે.

30મી તારીખે વરસાદનું રાજ!

30 ડિસેમ્બર એટલે કે પ્રથમ ટેસ્ટના અંતિમ દિવસે પણ વરસાદની સંભાવના છે. પૂરા દિવસ સેન્ચુરીયન વાદળોથી ઘેરાયેલું રહેશે. એક્યૂવેધરની રિપોર્ટના અનુસાર 93 ટકા ક્લાઉડ કવરની સંભાવના છે. જ્યારે 39 ટકા તોફાનની અને 3.8 મિલિમિટર વરસાદની શક્યતા છે. બેથી ત્રણ કલાક વરસાદ થઈ શકે છે.

90ની જગ્યાએ 98 ઓવરની મેચ

મંગળવારના રોજ ટેસ્ટના ત્રીજા દિવસે રમત અડધી કલાક પહેલા શરૂ થશે. અમ્પાયર બીજા દિવસની ભરપાઈ માટે રમતની સમય મર્યાદા વધારશે. 90ની જગ્યાએ 98 ઓવર ફેંકાશે. હાલ ભારતીય ટીમનો સ્કોર 272 પર ત્રણ વિકેટ છે. કે.એલ.રાહુલ મેદાન પર 122 રન સાથે અણનમ તો અજિંક્ય રહાણે 40 રન  બનાવી ક્રિઝ પર હાજર છે. આફ્રિકાના એક માત્ર બોલર લુંગી એનગિડીને ત્રણ વિકેટ પ્રાપ્ત થઈ છે જ્યારે અન્ય બોલર્સના હાથમા નિરાશા સિવાય કંઈ નથી આવ્યું.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments