Team Chabuk-National Desk: હરિયાણાના હિસારમાં દિલ્હી નેશનલ હાઈવે પર સોમવારે અલસુબહ હોટલના સંચાલક અને તેના બે મિત્રોના અર્ધ સળગેલી અવસ્થામાં મૃતદેહ મળ્યા હતા. પોલીસને માહિતી મળતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. પરિવારજનોનો આરોપ છે કે હત્યા કરી ઘટનાને અકસ્માતમાં ખપાવવા માટે આરોપીઓએ આ કૃત્ય કર્યું છે.
મૃતક નિશાંત, અજય અને અભિષેકમાં ગાઢ મિત્રતા હતી. રવિવારની મોડી રાત્રે બે વાગ્યા સુધી ત્રણેએ હોટલ રેડવુડમાં પાર્ટી કરી હતી. દોઢ વાગ્યે ડાન્સનો વીડિયો વોટ્સએપ પર અપલોડ કર્યો હતો. સાડા ત્રણ વાગ્યે પરિવારજનોને તેમના મૃત્યુની સૂચના મળી હતી. પોલીસે પરિવારજનોની ફરિયાદના આધાર પર સેક્ટર 9-11ના રહેવાસી જિન્દી નામના એક વ્યક્તિ સહિત ત્રણ અન્ય શકમંદોની વિરૂદ્ધ કેસ ફાઈલ કરાવી છે.
જાણકારી અનુસાર હોટલમાં ડાન્સ કર્યાં બાદ ત્રણે મિત્રો બાઈક પર દિલ્હી બાઈપાસ સ્થિત એક ઢાબા પર ભોજન માટે નીકળ્યા હતા. સાડા ત્રણ વાગ્યે નિશાંતના ભાઈ વિષ્ણુની પાસે ત્રણેની દુર્ઘટનાની ખબર આવી હતી. વિષ્ણુ પોતાના પરિવારજનોને સાથે લઈ દિલ્હી બાઈપાસ સેક્ટર 27-28 પર ઘટનાસ્થળ પાસે પહોંચ્યો. ત્યાં સુધીમાં પોલીસે ત્રણે મૃતદેહોને હોસ્પિટલ મોકલી દીધા હતા.
પોલીસની સ્પેશિયલ ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. જ્યાં હાઈવેનો રસ્તો બંધ કરી પોલીસે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. પહેલા અકસ્માતનો એન્ગલ હતો પણ બાદમાં પરિવારજનોએ હત્યા અંગે વાત કરતા પોલીસે એ દિશામાં પણ કામ કરવાનું શરૂ કરી દીધું છે. મૃતકના પરિવારજનોનું કહેવું છે કે હત્યા માટે આરોપીઓએ પહેલા વાહનથી બાઈકને ટક્કર મારી. એ પછી હત્યા કરી તેમની ઓળખ છુપાવવા આગ લગાવી દીધી.
ત્રણે મૃતકોનું સોમવારની મોડી રાત્રે અગ્રોહા મેડિકલ કોલેજમાં પોસ્ટમોર્ટમ થયું હતું. પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોએ મૃતદેહ લેવાથી નનૈયો ભણી દીધો હતો. પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી હત્યાના ત્રણે આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહનો સ્વીકાર નહીં કરે. પરિવારજનોએ પોલીસ પ્રશાસનની આગળ માગ કરી છે કે તેમને ન્યાય મળે.
તાજેતાજો ઘાણવો
- કામ વાસનાના સવાલ પર શું બોલ્યા પ્રેમાનંદ મહારાજ ? દરેક પતિ-પત્નીએ જવાબ જાણવો જોઈએ
- ભારતીય ટીમની થઈ જાહેરાત, સૂર્યકુમાર યાદવ બન્યો કેપ્ટન, શમીની વાપસી
- મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી
- દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ
- મોરબીનો આ તાલુકો બન્યો દાડમ ઉત્પાદનનું હબઃ વર્ષે 100 કરોડનું ટર્ન ઓવર, વિદેશમાં થાય છે નિકાસ