Homeદે ઘુમા કેબોલીવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે તેવી છે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ, કરોડોની છે નેટવર્થ!...

બોલીવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે તેવી છે ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ, કરોડોની છે નેટવર્થ! જુઓ શાનદાર તસવીરો

Team Chabuk-Sports Desk: ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન ઈશાન કિશનની ચર્ચા આજે સમગ્ર દુનિયામાં થઈ રહી છે. વનડે મેચમાં બેવડી સદી ફટકારી તેણે ઈતિહાસ રચ્યો છે. બાંગ્લાદેશની સામે રમાયેલી છેલ્લી વનડે મેચમાં ઈશાન કિશને 126 બૉલમાં જ ડબલ સેન્ચુરી કરી દીધી હતી. આ સીરિઝ ભલે બાંગ્લાદેશે જીતી હોય, પરંતુ ચર્ચા ફક્ત ઈશાન કિશનની થઈ રહી છે. ઈશાન આજે ચર્ચામાં છવાયેલો છે.

આ દરમિયાન ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયાએ જોરદાર પ્રેમ વરસાવ્યો છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બે તસવીરો શેર કરી છે.

આ તસવીરો પર ઈશાન કિશન શર્ટ અને જીન્સમાં ક્યાંક બેઠેલો જોવા મળે છે. આ તસવીરો પર અદિતિ હુંડિયાએ હાર્ટ ઈમોજી બનાવીને ઈશાન પર પ્રેમ વરસાવ્યો છે.

અન્ય એક ઈમેજમાં ઈશાન ટીમ ઈન્ડિયાની જર્સીમાં બેઠેલો છે, જેના પર 200 લખેલું છે.

જણાવી દઈએ કે, ઈશાન અને હુંડિયા ઘણીવાર એકસાથે જોવા મળ્યા છે અને ઘણીવાર તેમના રિલેશનશિપની ખબરો પણ ચર્ચામાં રહે છે, જોકે આ સુધી બેમાંથી કોઈએ ઓફિશિયલી પોતાના સંબંધ વિશે કંઈપણ નથી કહ્યું.

અદિતિ હુંડિયા એક મૉડલ છે, જે વર્ષ 2017માં ‘મિસ ઈન્ડિયા કૉન્ટેસ્ટ’ની ફાઇનલિસ્ટ પણ રહી ચુકી છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર હુંડિયા વર્ષ 2018માં ‘મિસ સુપરનેશનલ ઈન્ડિયા’નો ખિતાબ પણ પોતાના નામે કરી ચુકી છે.

આ સિવાય હુંડિયા સોશિયલ મીડિયા સ્ટાર પણ છે. જેને ઈન્સ્ટાગ્રામ પર લાખો લોકો ફોલો કરે છે. ઈન્સ્ટાગ્રામ પર હુંડિયા અવાર-નવાર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે, જેના પર તેના ચાહકો ખૂબ જ પ્રેમ વરસાવે છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments