Team Chabuk Sprts Desk: ભારતે પાંચ મેચની સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ જીતી સિરીઝ પર પોતાના નામે કરી લીધી છે. સિરીઝ જીતીને ભારતે નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં ઈતિહાસ રચી દીધો છે. ભવિષ્યમાં હવે ન.મો સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ શ્રેણી અને ટી-20 સિરીઝમાં જીત માટે વિરાટ સેનાને યાદ કરાશે.
ટોસ જીતીને ઈંગ્લેન્ડે પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતાં ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે 224 રન બનાવ્યા હતા. બીજી તરફ ઈંગ્લેન્ડ 225 રનનો પીછો કરતાં 20 ઓવરમાં 8 વિકેટે 188 રન જ બનાવી શકી હતી. ભારતે મેચ 36 રને જીતી લીધી હતી.
India win 🎉
— ICC (@ICC) March 20, 2021
They beat England in the final T20I by 36 runs and take the series 3-2!#INDvENG | https://t.co/7vTTjtwucR pic.twitter.com/ZPlsDyFxxY
વિરાટ, રોહિતની ફિફ્ટી
ભારત તરફથી હિટમેન રોહિત શર્મા અને કિંગ કોહલીએ અર્ધસદી ફટકારી. ટી-20 કારકીર્દિમાં રોહિતે પોતાની 22મી અર્ધસદી અને કોહલીએ પોતાની 28મી અર્ધસદી પુરી કરી. મેચમાં શાનદાર પ્રદર્શન કરતાં રોહીત શર્માએ 34 બોલ પર 5 છગ્ગાની મદદથી 64 અને વિરાટ કોહલીએ 52 બોલ પર 7 ચોગ્ગા અન 2 છગ્ગાની મદદથી 80 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત સૂર્યકુમાર યાદવે 17 બોલ પર 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 32 અને હાર્દિક પંડ્યાએ 17 બોલ પર 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 39 રનનું યોગદાન આપ્યું હતું.
Brilliant fifties from Rohit Sharma and Virat Kohli power India to 224/2!#INDvENG | https://t.co/7vTTjtwucR pic.twitter.com/jURP2O768W
— ICC (@ICC) March 20, 2021
બટરલ, મલાનની પણ અર્ધસદી
ઈંગ્લેન્ડ તરફથી જોશ બટલર અને ડેવિડ મલાને ટીમને જીત તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો. જો કે, બંનેની અર્ધસદી પણ ટીમને લક્ષ્ય સુધી પહોંચાડી શકી ન હતી. મેચમાં જોશ બટલરે 34 બોલ પર 52 અને ડેવિડ મલાને 46 બોલ પર 68 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઈંગ્લેન્ડની ટીમના કોઈ બેટ્સમેન 15 રન સુધી પણ પહોંચી શક્યા ન હતા.
ભૂવનેશ્વર, સાર્દુલ સામે ન ટકી શક્યા ઈંગ્લેન્ડના બેટ્સમેન
ભારત તરફથી ભૂવનેશ્વર કુમાર અને સાર્દુલ ઠાકુરે શાનદાર પ્રદર્શન કર્યું. ભૂવનેશ્વર કુમારે 4 ઓવરમાં 15 રન જ આપ્યા અને 2 મહત્વની વિકેટ પણ ઝડપી. ભૂવનેશ્વર કુમારે પહેલી જ ઓવરમાં ઈંગ્લેન્ડના સલામી બેટ્સમેન જેસન રોયને પવેલનય ભેગો કર્યો હતો. જોશ બટલરની મહત્વની વિકેટ પણ તેણે જ ઝડપી હતી. બીજી તરફ સાર્દુલ ઠાકુરે 4 ઓવરમાં 45 રન આપી 3 વિકેટ ઝડપી હતી.
For his brilliant spell of 2/15, @BhuviOfficial is adjudged Player of the Match 👏#INDvENG pic.twitter.com/mXXmQBr44q
— ICC (@ICC) March 20, 2021
ઈંગ્લેન્ડના બોલર્સ નિષ્ફળ
ઈંગ્લેન્ડ તરફથી બોલર્સ માટે ખરાબ દિવસ રહ્યો. ઈંગ્લેન્ડના તમામ બોલર્સ ભારતીય બેટ્સમેનને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. આદિલ રશીદ અને બેન સ્ટોક્સને 1-1 વિકેટ મળી હતી.
પ્લેઈંગ ઈલેવન
ભારત
રોહિત શર્મા, વિરાટ કોહલી (c) ,ઋષભ પંત (wk), શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, રાહુલ ચહર, ટી નટરાજન
ઈંગ્લેન્ડ
જોસ બટલર(wk), જેસન રોય, ડેવિટ મલાન, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, ઈયોન મોર્ગન (c), સેમ કરન, માર્ક વૂડ, ક્રિસ જોર્ડન, જોફરા આર્ચર, આદિલ રશીદ
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત