Homeદે ઘુમા કેન.મો સ્ટેડિયમમાં રાહુલ ફ્લોપ, ઈશાને જીત્યા દર્શકોના દિલ, કોહલીના નામે વધુ બે...

ન.મો સ્ટેડિયમમાં રાહુલ ફ્લોપ, ઈશાને જીત્યા દર્શકોના દિલ, કોહલીના નામે વધુ બે સિદ્ધી

Team Chabuk Sports desk: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પાંચ મેચની સિરીઝની બીજી ટી-20 મેચ ભારતે જીતી લીધી છે. ભારતે ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યુ છે. 165 રનનો પીછો કરતા ભારતીય ટીમે 17.5 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવી લક્ષ્ય મેળવી લધું. મેચનો જીતનો હીરો ઈશાન કિશન અને કોહલી રહ્યા.  ઈશાન કિશને ડેબ્યૂ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું તો લાંબા સમયથી જેની રાહ હતી તે કોહલીનું આક્રમક રૂપ ફરી મેદાનમાં જોવા મળ્યું. ઈશાન કિશન અને કોહલીએ શાનદાર અર્ધસદી ફટકારી ઈંગ્લિશ ટીમને પરાજયનો કડવો ઘૂંટડો પીવડાવ્યો.

મેદાન પર છવાયો ઈશાન

ભારત તરફથી કે.એલ.રાહુલે ફરી એકવાર ફેન્સને નિરાશ કર્યા. જો કે, યુવા ખેલાડી ઈશાન કિશને ડેબ્યૂ મેચમાં જ દર્શકોના દિલ જીતી લીધા. ઈશાન કિશને 36 બોલમાં 4 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 56 રન ફટકાર્યા હતા. મેદાન પર ઈશાન કિશન એટલો કોન્ફીડન્ટ હતો કે તેણે 42 રન પછી સતત બે બોલમાં બે છગ્ગા ફટકારી 50 રન પૂરા કર્યા હતા. આમ, ઈશાન કિશન ભારત તરફથી ડેબ્યૂ મેચમાં ફિફ્ટી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. ઈશાન પહેલાં ભારત તરફથી ટી-20 ડેબ્યૂ ઈનિંગમાં રોહિત શર્મા, રોબિન ઉથ્થપા અને અજિંક્ય રહાણે ફિફ્ટી ફટકારી ચુક્યા છે.

બીજી તરફ કોહલીએ વધુ બે સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. કોહલી પ્રથમ એવો બેટ્સમેન બની ગયો છે જેણે ટી-20માં 3 હજાર રન પૂરા કર્યા હોય. આ ઉપરાંત વિરાટ કોહલીએ કેપ્ટન તરીકે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 12 હજાર રન પૂરા કર્યા  છે. મેચમાં કોહલીએ 48 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 73 રન બનાવ્યા હતા. ટી-20માં 3 હજાર રન પૂરા કરવા માટે તેને 72 રનની જરૂર હતી.

ટોસ જીતીને ભારતે પહેલાં ઈંગ્લેન્ડને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ રન જેસન રોયે બનાવ્યા. જેસને 34 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 46 રન બનાવ્યા હતા. બીજી તરફ ઈંગ્લેન્ડનો સલામી બેટ્સમેન જોસ બટરલ ખાતુ પણ ખોલાવી શક્યો ન હતો. તે શૂન્ય રન પર જ ભુવનેશ્વર કુમારનો શિકાર બન્યો હતો. બટલર આઉટ થયા બાદ ડેવિડ મેલને મોરચો સંભાળ્યો હતો. ડેવિડે 23 બોલ પર 4 ચોગ્ગાની મદદથી 24 રન બનાવ્યા હતા. આ ઉપરાંત જોની બેરિસ્ટોએ 20, મોર્ગને 28 ,બેન સ્ટોક્સે 24 અને સેમ કરને 6 રનનું યોગદાન આપ્યું હતું.

ભારત તરફથી વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકોરે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી.

પ્લેઈંગ ઈલેવન

ભારત
કે.એલ.રાહુલ, ઈશાન કિશન, વિરાટ કોહલી (C), ઋષભ પંત (wk ), શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ

ઈંગ્લેન્ડ

જેસન રોય, જોસ બટલર, ડેવિડ મેલન, જ્હોની બેરિસ્ટો, ઈયાન મોર્ગન ( c ),  બેન સ્ટોક્સ,  સેમ કરન, જોફરા આર્ચર, ટોમ કરન, ક્રિશ જોર્ડન, આદિલ રશીદ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments