Homeગામનાં ચોરેહિઝાબ પહેરતી વિદ્યાર્થિનીઓ સામે વિદ્યાર્થીઓ વિરોધ કરવા ભગવો સ્કાર્ફ પહેરી આવવા લાગ્યા,...

હિઝાબ પહેરતી વિદ્યાર્થિનીઓ સામે વિદ્યાર્થીઓ વિરોધ કરવા ભગવો સ્કાર્ફ પહેરી આવવા લાગ્યા, શાળાએ જ આપી પરવાનગી

Team Chabuk-National Desk: કર્ણાટકના કોપાની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓએ ભગવો રંગ પહેરીને હિઝાબનો વિરોધ કર્યો હતો. શાળાએ પહેલાથી જ વિદ્યાર્થીઓને ભગવો પહેરીને શાળામાં આવવાની પરવાનગી આપી હતી અને મુસ્લિમ વિદ્યાર્થિનીઓને કહેવામાં આવ્યું હતું કે, હિઝાબ પહેરીને ન આવો. એ પછી શાળાએ પોતાના આદેશમાં કહ્યું હતું કે દસમી જાન્યુઆરી સુધી વિદ્યાર્થી પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ પરિધાન પહેરી શકે છે. તેના વિરોધ સ્વરૂપ વિદ્યાર્થીઓએ ભગવો સ્કાર્ફ પહેરવાનું શરૂ કરી દીધું હતું.

શાળાના આચાર્ય અનંત મૂર્તિએ કહ્યું કે, વિદ્યાર્થીઓના પોશાક પરનો નિર્ણય અભિભાવકોની સાથે થયેલી બેઠક બાદ લેવામાં આવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, આ પૂર્વે પણ આ પ્રકારની ઘટનામાં અમે શિક્ષકો અને વાલીઓની બેઠક કરીને અંતિમ નિર્ણય પર પહોંચ્યા છીએ. ત્રણ વર્ષ પહેલા પણ વસ્ત્રોને લઈ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનું પાલન હજુ સુધી કરવામાં આવી રહ્યું છે, પણ કેટલાક વિદ્યાર્થીઓ અચાનક ભગવો પહેરીને શાળાએ આવવા લાગ્યા. તેમણે કહ્યું કે દસમી જાન્યુઆરી સુધી બેઠક બાદ નિર્ણય લઈ લેવામાં આવશે.

વિદ્યાર્થીઓએ એક ખાનગી ન્યૂઝ પોર્ટલને જણાવ્યું હતું કે ત્રણ વર્ષ પહેલા પણ હિઝાબને લઈ શાળામાં વિવાદ થયો હતો. ત્યારે એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે અહીં કોઈ હિઝાબ પહેરીને નહીં આવે. પણ ગત કેટલાક દિવસોથી કેટલીક વિદ્યાર્થિનીઓ હિઝાબ પહેરીને શાળાએ આવવા લાગી હતી. જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ ભગવો પહેરી વિરોધ કરવાનો નિર્ણય લીધો.

વધુમાં ભગવો પહેરનારા વિદ્યાર્થીઓએ એ પણ જણાવ્યું હતું કે, શાળા પ્રબંધન પણ વિદ્યાર્થિનીઓને હિઝાબ પહેરીને ન આવવું તેવું કહી ચૂક્યું છે. પણ આ વિદ્યાર્થિનીઓએ એ વાત નથી માની. વિદ્યાર્થીઓએ એમ પણ કહ્યું કે, જો આ મુદ્દાનો ઉકેલ આવતો નથી તો વિરોધ યથાવત્ રહેશે અને આગળ જતાં વધુ થશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments