Homeદે ઘુમા કેરોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝઃ ઈન્ડિયા લેજન્ડ્સ ફાઈનલ જીત્યું, યુવરાજ અને પઠાણ બંધુએ...

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝઃ ઈન્ડિયા લેજન્ડ્સ ફાઈનલ જીત્યું, યુવરાજ અને પઠાણ બંધુએ રાખ્યો રંગ

Team Chabuk Sports Desk: ઈન્ડિયા લેજન્ડ્સે શ્રીલંકા લેજન્ડ્સને 14 રને હરાવીને રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનો ખિતાબ પોતના નામે કરી લીધો છે. રસાકસી ભરેલી મેચમાં ઈન્ડિયન લેજન્ડસે આખરે જીત મેળવી હતી. છેલ્લી ત્રણ ઓવર સુધી બંને ટીમ વચ્ચે રસાકસી રહી. ક્યારેક ઈન્ડિયા લેજન્ડ્સ તો ક્યારેક શ્રીલંકા લેજન્ડ્સ તરફ મેચનું પલડું ભારે રહ્યુ હતું.

182 રનનું લક્ષ્ય

182 રનના લક્ષ્યનો પીછો કરતી શ્રીલંકા લેજન્ડ્સ 20 ઓવરમાં 7 વિકેટે 167 રન કરી શકી હતી. શ્રીલંકા લેજન્ડ્સ તરફથી સનથ જયસૂર્યાએ 35 બોલ પર 1 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા. આ ઉપરાંત દિલશાન ફાઈનલમાં જ ફેઈલ રહ્યો. દિલશાને 18 બોલ પર 3 ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા. સી સિલ્વા 4 બોલ પર 2 રન અને ઉપુલ થરંગા 16 બોલ પર 1 ચોગ્ગાની મદદથી 13 રન બનાવી પવેલિયન ભેગા થયા હતા.

સચિન, યુવી, યુસુફની શાનદાર બેટિંગ

ટોસ જીતીને શ્રીલંકા લેજન્ડ્સે પ્રથમ બોલિંગ લીધી હતી. ઈન્ડિયા લેજન્ડ્સે પ્રથમ બેટિંગ કરતાં 182 રનનું લક્ષ્ય આપ્યું હતું. ઈન્ડિયા લેજડ્સ તરફથી યુવરાજ સિંહ અને યુસુફ પઠાણે અર્ધસદી ફટકારી હતી. ઈન્ડિયા લેજન્ડસની શરૂઆત નબળી રહી હતી. સહેવાગ 12 બોલ પર 1 છગ્ગાની મદદથી 10 રન બનાવી આઉટ થયો હતો. જ્યારે સચિન તેંડુલકરે 23 બોલ પર 5 ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા. બદ્રીનાથ સસ્તામાં આઉટ થયા બાદ યુવરાજ સિંહ અને યુસુફ પઠાણે મોરચો સંભાળ્યો હતો. યુવરાજે 41 બોલ પર 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 60 રન અને યુસુફ પઠાણે 36 બોલ પર 5 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઈરફાન પઠાણે 3 બોલ પર 1 છગ્ગાની મદદથી 8 રન બનાવ્યા હતા.

પઠાણ બંધુની બોલિંગમાં કમાલ

બેટિંગ બાદ યુસુફ પઠાણે બોલિંગમાં પણ કમાલ કરી હતી. યુસુફ પઠાણે 4 ઓવરમાં 26 રન આપી 2 મહત્વની વિકેટ ઝડપી હતી. ઈરફાન પઠાણે પણ 4 ઓવરમાં 29 આપીને 2 વિકેટ ઝડપી હતી. તો મનપ્રીત ગોની અને મુનાફ પટેલે 1-1 વિકેટ ઝડપી હતી.

શ્રીલંકા લેજન્ડ્સના બોલર્સનું પ્રદર્શન
શ્રીલંકા લેજન્ડ્સ તરફથી રંગાના, સનથ જયસૂર્યા, મહરૂફ અને કે વીરારત્નેએ 1-1 વિકેટ ઝડપી હતી.      

પ્લેઈંગ ઈલેવન
ઈન્ડિયા લેજન્ડ્સ
વિરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકર (c), યુવરાજ સિંહ, યુસુફ પઠાણ, એસ બદ્રીનાથ, નમન ઓઝા (wk), ઈરફાન પઠાણ, મનપ્રીત ગોની, વિનય કુમાર, પ્રજ્ઞાન ઓઝા, મુનાફ પટેલ

શ્રીલંકા લેજન્ડ્સ
તીલકરત્ન દિલશાન (c), સનથ જયસૂર્યા, ઉપુલ તરંગા (wk), ચીન્થકા જયસિંઘે, સી સિલ્વા, કે વીરારત્ને, રસલ અર્નોલ્ડ, ફરવીઝ મહરૂફ, એન કુલાસેકરા, ડી પ્રસાદ, રંગાના હેરાથ

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments