Homeગુર્જર નગરીત્રણ વખત લેન્ડિંગનો નિષ્ફળ પ્રયાસ, એક કલાક સુધી હવામાં જ રહીં ફ્લાઈટ,...

ત્રણ વખત લેન્ડિંગનો નિષ્ફળ પ્રયાસ, એક કલાક સુધી હવામાં જ રહીં ફ્લાઈટ, મુસાફરોના જીવ અદ્ધર

Team Chabuk Gujarat Desk: તમે કોઈ ફ્લાઈટમાં બેઠા હોવ અને એ ફ્લાઈટ કલાકો સુધી લેન્ડિંગ જ ન કરી શકે તો ?  શનિવારે અમદાવાદ-રાજસ્થાનની ફ્લાઈટમાં બેસેલા મુસાફરો સાથે કંઈક આવી જ ઘટના બની હતી. સ્પાઈટ જેટની એ ફ્લાઈટ હતી જે એક નહીં પણ ત્રણ-ત્રણ વાર લેન્ડિંગ કરવામાં નિષ્ફળ રહી હતી.

મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

શનિવારે અમદાવાદથી ઉડાન ભરી રાજસ્થાન જનારી સ્પાઈસજેટની ફ્લાઈટમાં મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. ફ્લાઈટ અમદાવાદથી ઉપડી જેને જેસલમેર એરપોર્ટ પર લેન્ડિંગ કરાવવાની હતી. ફ્લાઈટ જેસલમેર પહોંચી પણ ગઈ પરંતુ ત્યાં લેન્ડિંગ ન કરી શકી. જ્યારે ફ્લાઈટના ઉતરાણ કરવાનો સમય થયો ત્યારે જ તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ એટલે પાયલટ રનવે પરથી ફરી ફ્લાઈટ આકાશ તરફ લઈ ગયો. એક પ્રયાસ નિષ્ફળ રહેતા મુસાફરો ડરી ગયા. ફ્લાઈટમાંથી સૂચના આપવામાં આવી ટેકનિકલ ખામીના કારણે ફ્લાઈટ લેન્ડિંગ નથી કરી શકી હવે ફરી બીજી ટ્રાય કરીએ છીએ. ફ્લાઈટની અંદર મુસાફરો ઈશ્વરને યાદ કરવા લાગ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ભગવાન ફ્લાઈટનું સફળ લેન્ડિં થઈ જાય.

અમદાવાદ-જેસલમેર-અમદાવાદ

પાયલટે બીજો પ્રયાસ કર્યો પરંતું આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો એટલે ફ્લાઈટને ફરી પાછી આકાશ તરફ લઈ જવી પડી. હવે મુસાફરોનો ભય બમણો થઈ ગયો હતો. કેટલાક મુસાફરોનું બ્લડ પ્રેસર હાઈ થઈ ગયું હતું. ફરી ફ્લાઈટમાંથી સૂચના આપવામાં આવી કે હજુ એકવાર ફ્લાઈટની લેન્ડિંગનો પ્રયાસ કરીએ છીએ. આ વખતે ફ્લાઈટમાં બેસેલા મુસાફરોના શ્વાસ થંભી ગયા હતા. પાયલટ ફરી ફ્લાઈટને રનવે તરફ લઈ ગયો પરંતુ આ વખતે પણ ઘટનાનું પૂનરાવર્તન જ થયું. ફ્લાઈટનું લેન્ડિંગ થઈ શક્યું નહીં. આ જીવ સટોસટનો ખેલ સતત એક કલાક સુધી ચાલ્યો. પછી નક્કી કરાયું કે હવે ફ્લાઈટને અમદાવાદ પાછી લઈ જવાશે. આમ, અમદવાદથી ઉપડેલી ફ્લાઈટે જેસલમેરથી ફરી અમદાવાદ તરફ ગતિ કરી અને અમદાવાદ એરપોર્ટ પર સફળ લેન્ડિંગ કર્યું ત્યારે મુસાફરોનો જીવમાં જીવ આવ્યો હતો.

એજ ફ્લાઈટમાં જેસલમેર લઈ જવાયા

જો કે, અહીં સમગ્ર વાત પુરી થતી નથી. ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડિંગ કરાવી ટેકનિકલ ખામી દૂર કરી હતી અને પાયલટે અમદાવાદથી મુસાફરોને એ જ ફ્લાઈટમાં જેસલમેર પહોંચાડ્યા હતા.

બી.એસ મીણાએ કરી પુષ્ટી

જેસલમેર એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર બી.એસ મીણાએ વાતની પુષ્ટી કરી હતી. તેમણે કહ્યું  હતું કે, બપોરે 12 વાગ્યે સ્પાઈસ જેટની એસ.જી 3012 ફ્લાઈટે અમદાવાદથી જેસલમેર તરફ ઉડાન ભરી હતી. અંદાજીત 1 વાગ્યે ફ્લાઈટ જેસલમેર એરપોર્ટ પર પહોંચી ગઈ હતું. જ્યાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જે બાદ અંદાજે ફ્લાઈટ એક કલાક સુધી હવામાં ઉડતી રહી હતી ત્યારબાદ તેને અમદાવાદ એરપોર્ટ પર લઈ જવાઈ હતી. બપોરે પોણા ત્રણ વાગ્યે ફ્લાઈટ ફરી અમદાવાદ એરપોર્ટ પહોંચી અને ત્યાં સુરક્ષિત લેન્ડિંગ કરાયું હતું. અહીં ફ્લાઈટ અંદાજે બે કલાક સુધી પડી રહી અને ટેકનિકલ ખામી દૂર કરવામાં આવી. ત્યારબાદ ફ્લાઈટે ફરી ઉડાન ભરી હતી અને સવા પાંચ વાગ્યે ફરી ફ્લાઈટનું જેસલમેર એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments