Homeવિશેષચા વેચી 100 કરોડનું ટર્નઓવર કરી લીધું, 15 રાજ્યોમાં દુકાન ખોલી લીધી

ચા વેચી 100 કરોડનું ટર્નઓવર કરી લીધું, 15 રાજ્યોમાં દુકાન ખોલી લીધી

Team Chabuk-Special Desk: કેટલાક એવા બડભાગી હોય છે કે, પરિવાર જે ઈચ્છતું હોય તેની વિરૂદ્ધમાં જઈને પોતાની મરજીનું કામ કરે અને વાર્તાના અંતમાં પરિવારને મનાવી પણ લે. મોટાભાગે શરૂઆતમાં આવી સંતાનોથી તો માતાપિતા ખુશ નથી હોતા, પણ મધ્યપ્રદેશમાં બે ચા વેચનારા યુવકોએ તેના માતા-પિતા ઉપર ધનવર્ષા કરી દીધી એમ જ સમજો. માતા પિતા તો ઈચ્છતા હતા કે તેમનો પુત્ર મોટો થઈ, ભણે ગણે અને કલેક્ટર બને, પણ પુત્રની એવી કોઈ ઈચ્છા નહોતી. હવે ચા વેચે છે અને કરોડો કમાઈ છે.

કોઈ વખત એવો વિચાર આવી જાય જેને અમલમાં લાવવા માટે મન વલખા મારવા લાગે. આવા વિચારોનું આયુષ્ય આંખના પલકારા જેટલું હોય છે. જો વિચાર આવે અને તુરંત અમલમાં મૂકવામાં આવે તો પ્રસિદ્ધિના શીખરો અને પૈસાનું વૃક્ષ કરી શકો અને ગાદલામાં પડ્યા પડ્યા જો વિચાર ઉપર વિચાર કર્યા રાખો તો વિચાર જ કર્યા રાખો. બ્રૂસલીનું વિધાન છે, કોઈ કામ કરવામાં તમે વધારે સમય લેશો, તો એ કામ ક્યારેય થશે જ નહીં.

અનુભવ દુબે નામના યુવકને તેના માતા પિતાએ ગામડાથી બહાર અભ્યાસ કરવા માટે ઈન્દોર મોકલ્યો હતો. અહીં તેની મિત્રતા આનંદ નામના યુવકની સાથે થઈ હતી. બંને સાથે અભ્યાસ કરતા હતા. થોડા સમય બાદ આનંદ અભ્યાસ છોડી પોતાના કોઈ સ્વજનને ત્યાં ધંધામાં જોતરાઈ ગયો હતો. અનુભવના માતાપિતાએ નક્કી કરી રાખ્યું હતું કે, અનુભવને યુપીએસસીની તૈયારી માટે દિલ્હી મોકલવો. તેઓ ઈચ્છતા હતા કે તેમનો એક પુત્ર કલેક્ટર બને.

થોડા સમય બાદ આનંદ નાયકનો અનુભવ પર ફોન આવ્યો. બંને વચ્ચે લાંબી વાતચીત ચાલી. આનંદે ઉદાસ થઈ કહ્યું કે, તેનો ધંધો બરાબર નથી ચાલી રહ્યો. બંને યુવાનોએ સાથે મળીને કોઈ નવું સાહસ કરવાનું વિચારી લીધું. અનુભવના મનમાં પણ ક્યાંક ને ક્યાંક ધંધો કરવાના છોડવાનો ઉછેર થઈ રહ્યો હતો. બંનેએ હા કહી દીધી અને ધંધામાં ઝંપ લાવ્યું.

કયો વેપાર કરવો તેનો વિચાર કરતા કરતા ખ્યાલ આવ્યો કે આ દુનિયામાં પાણી બાદ સૌથી વધારે કોઈ વસ્તુનું પાન થતું હોય તો તે ચા છે. જેની ડિમાન્ડ પણ છે. જેને શરૂ કરવામાં વધારે આર્થિક ખર્ચો પણ ન કરવો પડે. ચાની દુકાન ખોલવાનું વિચાર્યું. જેનો ટેસ્ટ અતિ ઉત્તમ હોય. 2016માં ત્રણ લાખ રૂપિયાની દુકાન ખોલી. આનંદે પોતાની પ્રથમ બચતથી વેપારમાં રૂપિયાની કમાણી કરી. એક ગર્લ્સ હોસ્ટેલની બાજુમાં ભાડાની દુકાન લીધી. થોડું ફર્નિચર ખરીદ્યુ. મિત્રો પાસેથી ઉધારના પૈસા લીધા. પૈસા પૂરાં થઈ ગયા હતા અને દુકાનનું નામ શું રાખવું તે પાટીયામાં લખવા સુદ્ધાના પૈસા નહોતા. જેથી લાકડાના બોર્ડ પર હાથે જ લખી નાખ્યું, ‘ચાય સુટ્ટા બાર.’  

શરૂઆતમાં જેમ દરેકને પડે છે એ રીતે આનંદ અને અભિનવને પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. લોકો ટોન્ટ મારતા હતા. માતા પિતાને સંભળાવીને જતા હતા કે, તમે પુત્ર યુપીએસસી ક્લિયર કરશે તેવી મોટી મોટી વાતો કરતા હતા અને તે ચા વેચે છે. પિતા પણ અનુભવને આ ધંધો કરતા નહોતો જોવા ઈચ્છતા. જોકે સામે ગ્રાહકોની સંખ્યા ધીમે ધીમે વધી રહી હતી.

ચાય સુટ્ટા બાર ધીમે ધીમે લોકપ્રિય થઈ ગયું. પરિવારજનો તરફથી પણ ટેકો મળવા લાગ્યો. આજે તેમનું વાર્ષિક ટર્નઓવર 100 કરોડ રૂપિયાથી પણ વધારે છે. દેશભરમાં 165થી વધારે આઉટલેટ્સ છે. 15 રાજ્યમાં ધંધો ફેલાયેલો છે. એક રજીસ્ટર છે. જેમાં કેટલાક લોકોના નામ લખવામાં આવ્યા છે. નામ એ લોકોના છે જે તેમને આ ધંધો કરવાની મનાઈ ફરમાવતા હતા.

આ વેપારે 250 કુંભારોને રોજગારી આપી છે. જે તેમના માટે માટીના પ્યાલા બનાવવાનું કામ કરે છે. દેશભરના આઉટલેટ્સમાં રોજ 18 લાખ ગ્રાહકો આવે છે. દુકામાં નવ અલગ અલગ પ્રકારના સ્વાદની ચા બને છે. જેમાં આદુ, એલચી, પાન, કેસર,  તુલસી, લીંબુ અને મસાલા ચાનો સમાવેશ થાય છે. મેનુમાં દસથી લઈને 150 રૂપિયા સુધીની ચા છે. ઈચ્છા છે કે દેશના નાના ગામડાઓમાં પણ આ મોડલ હોય જેથી લોકોને રોજગાર પ્રાપ્ત થાય.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments