Homeગુર્જર નગરીગુજરાતમાં કપ્પા વેરિએન્ટના કેસે વધારી ચિંતા, આ એક ઉપાય બચાવી શકે છે

ગુજરાતમાં કપ્પા વેરિએન્ટના કેસે વધારી ચિંતા, આ એક ઉપાય બચાવી શકે છે

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં કોરોનાની બીજી લહેરે જે તબાહી મચાવી તેનાથી કેટલીય વધુ તબાહી ત્રીજી લહેર મચાવશે તેના સંશોધનો સામે આવતા રહે છે. લોકોને ફરજિયાત માસ્ક પહેરવાની, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અને કોરોનાના નિયમોનું ચુસ્ત અમલીકરણ કરવાની વાતો કહેવામાં આવે છે. કેટલાક લોકો હજુ પણ માસ્ક વિના શહેરમાં રાજાની જેમ રખડતા જોવા મળે છે. તો કેટલાયને હજુ વેક્સિનનો ડોઝ લેવાનો બાકી છે. કોઈને બંને બાકી છે, તો કેટલાકને એક ડોઝ બાકી છે. આ તમામ નાની મોટી સમસ્યાઓ વચ્ચે રાજ્ય સરકારે ત્રીજી લહેર સામે બાથ ભીડવા તૈયાર હોવાનું કહે છે.

હાલ રાજ્યમાં કપ્પા વેરિએન્ટના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. જેથી તબીબો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના તબીબો જણાવી રહ્યા છે કે, કોરોનાના કોઈ પણ વેરિએન્ટની અસરને નેસ્તાનાબુદ કરવા માટે અને શરીરના રક્ષણ માટે વેક્સિનેશન જરૂરી છે. વેક્સિનેશન અલગ અલગ વેરિએન્ટની ઘાતકતા ઘટાડવામાં સહાયતારૂપ સાબિત થાય છે. તબીબો કહી રહ્યા છે કે, જ્યારે શ્રાવણ સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે લોકોએ ચેતીને ચાલવાની જરૂર છે.

ગુજરાતમાં જામનગર અને દાહોદ સહિત કેટલીક જગ્યાએ કોરોનાના કપ્પા વેરિએન્ટના પાંચ કેસ નોંધાયા છે. બીજી લહેર તો સમાપ્ત થઈ ચૂકી છે પણ કપ્પા વેરિએન્ટ અને ડેલ્ટા વેરિએન્ટે ચિંતા વધારી છે. આ માટે અમદાવાદ મેડિકલ એસોસિએશન લોકોને ઘરમાં રહી શ્રાવણના તહેવારોને ઉજવવાનું કહી રહી છે. જેથી કેસની સંખ્યામાં વધારો ન થાય. શ્રાવણ માસની ઉજવણી ઉપરથી તહેવારોની રજામાં બખ્ખા કરવા માટે લોકો પ્રવાસન સ્થળો પર ઉમટતા હોય છે. હાલમાં જ ગુજરાતના જૂનાગઢમાં પ્રવાસીઓ ગિરનારનું કુદરતી સૌંદર્ય જોવા માટે ખૂબ ભીડ ઉમટી પડી છે. તો સાપુતારા તરફ પણ ગાડીઓ લઈ વાટ પકડી છે. ભારતના કેટલાય પ્રવાસન સ્થળના વીડિયો સામે આવતા રહે છે જેમાં લોકો માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના રખડી રહ્યા છે.

આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી ડૉ. સાહિલ શાહે જણાવ્યું હતું કે, રાજ્યમાં ડેલ્ટા, ડેલ્ટા પ્લસ અને કપ્પા વેરિએન્ટ બીજી લહેર માટે જવાબદાર હતા, માર્ચ મહિનાથી જુન મહિનાની વચ્ચે જે કેસ આવ્યા તેનાં જીનોમ સિક્વન્સિંગમાં આ વેરિએન્ટે દેખા દીધી હતી. ભારત જ નહીં પણ બ્રિટનમાં પણ કપ્પા વેરિએન્ટ દેખાયો છે. જેની અસરકારકતા ઘટાડવા માટે જલ્દી જ વેક્સિનેશન કરવું જરૂરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments