Homeદે ઘુમા કેઆવું હશે દેશનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ

આવું હશે દેશનું સૌથી મોટું હોકી સ્ટેડિયમ

Team Chabuk Sports Desk: ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે. પરંતુ ક્રિકેટને વધુ પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. ક્રિકેટનું વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ અમદાવાદમાં બનીને તૈયાર છે અને હવે નજીકના દિવસોમાં તેનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે હોકીને લઈને એક સારા સમાચાર આવ્યા છે કે, ભારતમાં હોકીનું સૌથી મોટું સ્ટેડિયમ નિર્માણ પામવા જઈ રહ્યું છે. ક્રિકેટનું સૌથી મોટું સ્ટેડિયમ ગુજરાતમાં છે તે હોકીનું સૌથી મોટું સ્ટેડિયમ ઓરિસ્સામાં બનવા જ રહ્યું છે. ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે હોકીના સૌથી મોટા સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો છે. આવો જોઈએ કેવું બનશે આ સ્ટેડિયમ.

હોકી ઈન્ડિયાએ તાજેતરમાં જ આ સ્ટેડિયમ કેવું હશે તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી. આ સ્ટેડિયમનું નામ બિરસા મુંડા ઈન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. જે ઓડિશાના રાઉરકેલામાં બની રહ્યું છે. તસવીરમાં સ્ટેડિયમનો નજારો અદભુત લાગી રહ્યો છે.

રાઉરકેલામાં બની રહેલું બિરસા મુંડા ઈન્ટરનેશનલ હોકી સ્ટેડિયમ પુરુષ હોકી વર્લ્ડ કપ ઈન્ડિયા 2023ની યજમાની કરનારા સ્ટેડિયમમાંથી એક હશે. એટલે કે વર્લ્ડ કપ પહેલા આ સ્ટેડિયમ સંપૂર્ણ બનીને તૈયાર કરી દેવામાં આવશે. ઓડિશાના મુખ્ય સચિવ સુરેશ ચંદ્ર મહાપાત્રાનું કહેવું છે કે સ્ટેડિયમ એક વર્ષની અંદર બનીને તૈયાર થઈ જશે.

20 હજારથી વધુની બેઠક વ્યવસ્થા

ભારતમાં રહેલા અન્ય હોકી સ્ટેડિયમ કરતાં બિરસા મુંડા ઈન્ટરનેશનલ હોકી સ્ટેડિયમમાં દર્શકો માટેની બેઠક વ્યવસ્થા પણ વધુ હશે. ભારતના સૌથી મોટા આ હોકી સ્ટેડિયમમાં 20 હજારથી વધુ લોકો બેસીને મેચને માણી શકશે. બેઠક વ્યવસ્થા પણ એવી રીતે કરવામાં આવી છે કે દર્શકો અન્ય સ્ટેડિયમની સરખામણીએ પિચથી વધુ નજીક હશે. તેથી મેચ જોવાનો રોમાંચ વધી જશે.

અન્ય ખાસિયત

રાઉરકેલામાં નિર્માણ પામી રહેલા ભારતના સૌથી મોટા હોકી સ્ટેડિયમની વાત કરીએ તો તે બીજૂ પટનાયક યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના કેમ્પસમાં બની રહ્યું છે. સાથે જ આ સ્ટેડિયમ રાઉરકેલા એરપોર્ટથી તદ્દન નજીક છે. જ્યાંથી ટૂંક સમયમાં કોમર્શિયલ ઉડાન શરૂ થવા જઈ રહી છે. તેથી દેશ-વિદેશના અન્ય ભાગોમાંથી મેચ નિહાળવા આવનાર દર્શકો માટે પણ સ્ટેડિયમ સુધી પહોંચવું સરળ રહેશે.

આ સ્ટેડિયમને ટેક્નિકલી અને અન્ય રીતે ખાસ કરીને વર્લ્ડ કપ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેથી ખેલાડીઓ અને દર્શકોને વિશ્વ કક્ષાની સુવિધાઓ મળી રહે.

ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મંગળવારે દેશના સૌથી મોટા હોકી સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. આ સ્ટેડિયમનું નામ જાણીતા સ્વતંત્ર સેનાની બિરસા મુંડાના નામ પર રાખવામાં આવશે. નવીન પટનાયકે સુંદરગઢ જિલ્લાની એક દિવસીય યાત્રા દરમિયાન આ સ્ટેડિયમના નિર્માણને લીલીઝંડી આપી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments