Homeદે ઘુમા કેઘાયલ ખેલાડીઓની લિસ્ટમાં જસપ્રીત બુમરાહની એન્ટ્રી

ઘાયલ ખેલાડીઓની લિસ્ટમાં જસપ્રીત બુમરાહની એન્ટ્રી

Team Chabuk- Sports Desk : હાલ અડધીથી વધુ ટીમ ઈજાગ્રસ્ત છે. એવામાં ચોથી ટેસ્ટ મેચ પહેલાં ભારતનો ડ્રેસિંગરૂમ એક મીની હોસ્પિટલ જેવો લાગી રહ્યો છે કેમ કે, ટીમના કુલ 13 ખેલાડી તો ઈજાગ્રસ્ત છે. હવે સૌથી મોટી સમસ્યા ટીમ પાસે 11 ખેલાડીઓ પૂરા કરવાની છે.

એક બાદ એક કેટલાય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થઈ ગયા છે. પોતાના મુખ્ય ખેલાડીઓ વગર ઉતરેલી ટીમને હવે સૌથી મોટો ઝટકો લાગ્યો છે. અહેવાલ છે કે, ભારતીય ટીમનો આધારભૂત ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બ્રિસ્બેનમાં યોજાનારી છેલ્લી મેચ નહીં રમે. PTIએ BCCIના સૂત્રોના માધ્યમથી કહ્યું કે, બુમરાહ પેટની ઈન્જરી સામે લડી રહ્યો છે. 15 તારીખે શરૂ થનારી અંતિમ અને નિર્ણાયક મેચમાં તે નહીં રમે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જસપ્રીત બુમરાહના પેટનો રિપોર્ટ આવવાનો બાકી છે. જો કે, તેની ઈંજા ગંભીર છે. બીજી તરફ ટીમ મેનેજમેન્ટનું એ પણ કહેવું છે કે, જો બુમરાહ 50 ટકા પણ ફીટ રહેશે તો તેને અંતિમ મેચમાં રમાડાઈ શકે છે. એટલે કે બુમરાહ રમશે કે નહીં તેનો નિર્ણય રિપોર્ટ બાદ લેવાશે. સિડનીમાં ફિલ્ડિંગ દરમિયાન બુમરાહના પેટમાં ખેંચ આવી હતી જેના કારણે તે ઈજાગ્રસ્ત થયો હતો.

બ્રિસ્બેન ટેસ્ટમાંથી બુમરાહનું બહાર થવું એટલે એક અનુભવ વગરના ફાસ્ટ બોલર સાથે રહાણે એન્ડ કંપની મેદાને ઉતરશે. આ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થઈને બહાર થનારો જસપ્રીત બુમરાહ ત્રીજો બોલર હશે. બુમરાહ પહેલાં મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ સિરીઝની બહાર થઈ ચુક્યા છે. ઈજાના કારણે ઈશાંત શર્મા તો ઓસ્ટ્રેલિયા જ નથી જઈ શક્યો. ભૂવનેશ્વર કુમાર પણ આઈપીએલ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જો મેચમાંથી બુમરાહ બહાર થઈ જાય તો ટી નટરાજનને ડેબ્યૂનો મોકો મળી શકે છે. જાડેજા પણ ઈજાગ્રસ્ત છે. તેની જગ્યાએ શાર્દુલ ઠાકુરને સ્થાન મળશે. હાલ ટીમમાં મોહમ્મદ સિરાજ અને નવદીપ સૈની બે પેસર છે.

ત્રીજી ટેસ્ટમાં સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના અંગૂઠામાં ફ્રેક્ચર થઈ ગયું છે. બીજી ઈનિંગ દરમિયાન હનુમા વિહારી પણ ઈજાગ્રસ્ત હોવા છતાં રમતો રહ્યો હતો. બંને ખેલાડી ચોથી ટેસ્ટમાંથી પહેલાં જ બહાર થઈ ગયા છે. મેચ બાદ આ વિગતો બીસીસીઆઈએ આપી હતી. હવે વિહારીની જગ્યાએ ઋદ્ધિમાન સાહા વિકેટકીપર તરીકે રમશે. ઋષભ પંતને બેટ્સમેન તરીકે રમાડાઈ શકે છે અથવા તો મયંક અગ્રવાલને પણ ટીમમાં સ્થાન અપાઈ શકે છે. આમ, ઓસ્ટ્રેલિયા પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાની મુશ્કીલો પૂરી થવાનું નામ નથી લઈ રહી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments