Homeગામનાં ચોરેએપલ અને સેમસંગને Nokia આ વર્ષે 4 સ્માર્ટફોન લોન્ચ કરી ટક્કર આપશે

એપલ અને સેમસંગને Nokia આ વર્ષે 4 સ્માર્ટફોન લોન્ચ કરી ટક્કર આપશે

Team Chabuk- Tech Desk : ભારત સહિત દુનિયાભરમાં 5જી સ્માર્ટફોન્સની ડિમાંડ વધતી જઈ રહી છે. અને આ Samsung, Xiaomi, Motorola, Oppo, Vivo, OnePlus, Apple સહિત લગભગ તમામ કંપની 5G મોબાઈલ લોન્ચ કરી રહી છે. આ રેસમાં પાછળ રહી ગયેલી નોકિયા બ્રાંડને મેનેજ કરનારી HMD ગ્લોબલ કંપની પણ મેદાને આવી રહી છે.

નોકિયા બ્રાંડને મેનેજ કરનારી HMD ગ્લોબલ 2021માં કંપનીમાં 5G સ્માર્ટ ફોનની સંખ્યા વધારી શકે છે. વર્ષ 2021ના અંત સુધીમાં કંપની 5જી સ્માર્ટ ફોનની સંખ્યા 5 સુધી પહોંચી જશે. નોકિયા આ વર્ષે કુલ 4 નવા 5જી સ્માર્ટફોનને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. NokiaPowerUserના રિપોર્ટમાં નોકિયાના નવા 4 નવા 5જી સ્માર્ટફોનનો ખુલાસો થયો છે. અત્યાર સુધી કંપની Nokia 8.3 5Gને વેચી રહી છે.

રિપોર્ટ મુજબ આ ચારે 5જી નોકિયા ડિવાઈઝને એક સાથે લોન્ચ નહીં કરે. 2021ની પહેલા છ મહિનામાં 2 નોકિયા 5જી સ્માર્ટફોનને લોન્ચ કરશે. ત્યારબાદ 2021ના અંત સુધીમાં અન્ય બે 5જી ડિવાઈઝને લોન્ચ કરશે.

Nokiaની આ ચારે ડિવાઈઝનું નામ શું હશે તે બાબતે હજુ કોઈ માહિતી નથી મળી. એક ખાનગી અહેવાલ પ્રમાણે આ ડિવાઈઝ  Nokia 5.4, Nokia 7.3, Nokia 8.3 અને Nokia 9 PureViewના અપગ્રેડેડ વેરિએંટ થઈ શકે છે. એવામાં 2021માં HMDની આ ચારે ડિવાઈસોને  Nokia 5.4, Nokia 7.3, Nokia 8.3 અને Nokia 9 PureView નામથી લોન્ચ કરી શકે છે.

નોકિયાના આ હેન્ડસેટ્સ વિશે માહિતી પ્રાપ્ત થઈ છે કે નોકિયા 7.4 5G  લોન્ચ થનારા પહેલા 2 સ્માર્ટફોનમાંથી એક હોઈ શકે છે. કંપની તેને 2021ના ​​પહેલા છ મહિનામાં લોન્ચ કરી શકે છે. આ સિવાય એવા પણ અહેવાલો છે કે ફોનને Qualcomm Snapdragon 480 SoC  સાથે લોન્ચ કરાઈ શકે છે. નોકિયાના આ તમામ સ્માર્ટફોન ચાઈનીઝ કંપનીઓના સ્માર્ટફોન સામે લોન્ચ થશે, જે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં પહેલાથી પોતાનો દબદબો બનાવી ચુક્યા છે.

Nokia 8.3 5Gની સ્પેસિફિકેશન્સ

ડિસ્પ્લે6.81 ઈંચ
ફ્રંટ કેમેરા24 મેગા પિક્સલ
રિઅર કેમેરા64 મેગા પિક્સલ+ 12 મેગા પિક્સલ + 2 મેગા પિક્સલ + 2 મેગા પિસ્કલ
રેમ 6 જીબી
સ્ટોરેજ  64 જીબી
બેટરી ક્ષમતા 4500 એમએએચ
ઓએસએન્ડ્રોઈડ
રિઝોલ્યુશન 1080 

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments