Homeતાપણુંહાર્દિક પટેલે આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે મૌન તોડ્યું

હાર્દિક પટેલે આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગે મૌન તોડ્યું

Team Chabuk-Political Desk: 2022ની વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં રાજકારણ વધુ સક્રિય થઈ રહ્યું છે. રાજ્યમાં અલગ-અલગ સમાજોની બેઠકો મળી રહી છે, ગુજરાતના મુખ્ય પક્ષ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની બેઠકોનો દોર શરૂ થયો છે. બીજી તરફ નેતાઓ એક બીજા પર વાગ્બાણ છોડી રહ્યા છે.

ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણે એક બીજા પર આરોપ લગાવી રહી છે. કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી રહી છે, આમ આદમી પાર્ટી કોંગ્રેસને ભાજપની બી ટીમ ગણાવી રહી છે. જ્યારે ભાજપ એવું કહી રહી છે કે, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને મળેલી છે. આવા નિવેદનો વચ્ચે કોણ સાચુ અને કોણ ખોટું એ સમીકરણ ગૂંચવાયું છે.

આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે છેલ્લા કેટલાય સમય પછી મૌન તોડ્યું છે. છેલ્લા કેટલાય સમયથી મૌન રહેનારા હાર્દિકે આજે સ્પષ્ટતા કરી દીધી છે કે તે આમ આદમી પાર્ટી સાથે જોડાવાનો નથી. તેણે કહ્યું હતું કે,  હું જ્યાં છુ ત્યાં બરાબર છું.

મીડિયા સાથેની વાતચીતમાં તેણે કહ્યું હતું કે, ગુજરાતને ગુમરાહ કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણાં બધા પ્લાન્ટેડ ન્યૂઝ કરવામાં આવે છે. હું જ્યાં છુ ત્યા બરાબર છું. મારો હેતુ ગુજરાતની જનતા, યુવાનોને ગુજરાતના સાડા છ કરોડ લોકોને ન્યાય મળે, સુખી સંપતિ પ્રાપ્ત થાય એના માટે છે. તમામ સમાજ કોંગ્રેસ તરફ પ્રેરિત થઈ રહ્યો છે.

આમ આદમી પાર્ટીની ચૂંટણી લડવા મુદ્દે હાર્દિકે કહ્યું કે, ગુજરાતમાં ભાજપથી નારાજ લોકોના મતોનું ધ્રુવિકરણ કરીને ફરીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવાનું કામ આમ આદમી પાર્ટી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. આમ, હાર્દિકે આમ આદમી પાર્ટી સામે ભાજપને જીતાડવાનો આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પત્રકારત્વ છોડીને રાજકારણમાં પ્રવેશ કરનારા ઈસુદાન ગઢવી કોંગ્રેસને ભાજપની બી ટીમ ગણાવી ચુક્યા છે. બીજી તરફ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આવા આરોપ લગાવી રહી છે. જો કે, આવા આક્ષેપો પ્રતિઆક્ષેપ વચ્ચે અંતિમ નિર્ણય તો જનતાએ જ લેવાનો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments