Team Chabuk-Gujarat Desk: રોડ પર પાર્ક કરવામાં આવેલા વાહનોમાંથી જીરૂ ચોરનારી આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે. જામનગરના જોડિયાના એક પેટ્રોલપંપ પાસે ટ્રકમાંથી 258 મણ જીરુ જેની કિંમત 17 લાખ થાય તેની ચોરી થઈ હતી. વેપારી યાર્ડમાંથી જીરૂ ભરી લાવ્યો હતો. ત્યારે રાત્રિના સમયે આ બનાવ બન્યો હતો. આ ચોરીની ઘટના બાદ જામનગર LCB આ ગેંગને ઝડપી પાડવા કામે લાગી હતી.
જામનગર પોલીસ વોચમાં રહી ગોધરાની તાલપત્રી ગેંગને આઈશર ગાડી તથા ચાર ઇસમો ખાલીદ ઉર્ફે ડાંગરી ઉર્ફે ભુરીયો યાકુબ શેખ, ઇરફાન અબ્દુલહમીદ શેખ, ફૈસલ યાકુબ શેખ, સુફીયા યાકુબ શેખને પકડી પાડી તેમની પાસેથી 225 મણ જીરૂ, આઈશર ગાડી, 3 મોબાઈલ વગેરે મળી 20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ચોરીમાં સંડોવાયેલા રમેશ જાળીયા આદિવાસી અને સુલેમાન અબ્દુલ ગની કઠડીને પોલીસે ફરાર જાહેર કર્યા છે.
આરોપીઓ તાલપત્રી ગેંગના સભ્યો છે. તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ રાજ્યમાં હાઈવે પર આવેલ પેટ્રોલ પંપ તથા હોટલ પર રાત્રિના ટ્રક, માલ ભરેલા વાહન રાખેલા હોય તેના પર ચડી તાલપત્રી કાપી માલ ચોરી કરીને લઈ જતાં. આરોપીઓ વિરુદ્ધ ગોધરા, સાયલા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, એમ.પી. વગેરેમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત