Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊનામાં બુટલેગરનો દીવથી ઊનામાં દારૂ ઘૂસાડવાનો કીમિયો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી. જો કે, ભેજાબાજ બુટલેગરનો પ્લાન સફળ ન થયો. પોલીસે તેને દારૂની બોટલ સાથે રંગેહાથ ઝડપી લીધો.
ઊનાના અંજાર ગામે રહેતો રમેશ વંશ દીવથી ટેમ્પોમાં દારૂ ભરી ઊનામાં ઘૂસાડવાના પ્રયાસમાં હતો. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ટેમ્પો નં. G J 32 T 4367માં દારૂ ભરી દેલવાડા તરફ લવાઈ રહ્યો છે. બાતમીના આધારે ગીર સોમનાથ જિલ્લા LCBની ટીમે દેલવાડા ગામ નજીક સતાધાર હોટલ પાસે દીવ રોડ પર વોચ ગોઠવી હતી. દીવ તરફથી ટેમ્પો આવતા પોલીસે તેને રોકાવ્યો હતો. જો કે, પ્રથમ દ્રષ્ટિએ ટેમ્પોમાં પાણીના કેરબા ભર્યા હતા.

વધુ તપાસ કરતા પોલીસને ટેમ્પોમાં એક ચોરખાનું મળ્યું હતું. ટેમ્પોમાં પાછળના ભાગે પાણીનાં કેરબા નીચે લોખંડની જાળીવાળી પ્લેટ નજરે પડી હતી. જેને હટાવતા તેમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની બોટલોનો મોટો જથ્થો છૂપાવેલો મળી આવ્યો હતો.

આ વિદેશી દારૂની બોટલો નં. 211 રૂ.47 હજાર, એક મોબાઇલ, વાહન સહિત કુલ રૂ.1.47 લાખ 500ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે તેની પૂછપરછ કરતા અન્ય બે શખ્સો ચંદુ કેસર ઝણકાટ (રહે. અંજાર) તેમજ પંચમૂર્તિ વાઇન શોપનો સંચાલક (રહે. દીવ) આ બંનેના નામ ખુલતા પોલીસે બંનેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ગીર સોમનાથ જિલ્લા LCBના પી.આઈ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ PSI વી.કે.ઝાલાની ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે પ્રવિણભાઇ મોરી, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢિયા, સંદિપસિંહ ઝણકાટ તેમજ પેરોલ ફર્લો સ્કવોડના જયરાજસિંહ ગોહિલે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત