Team Chabuk-Gujarat Desk: સુરેન્દ્રનગરના સમઢિયાળા ગામના ડબલ મર્ડર કેસમાં SITની રચના કરવામાં આવી છે. હત્યાકાંડ અંગ તલસ્પર્શી તપાસ માટે રેન્જ આઇજી અશોક યાદવે SITની રચના કરી છે. બનાવ પહેલા પોલીસ અરજી અને તે અંગે થયેલી કે ન થયેલી કાર્યવાહીની પણ SIT તપાસ કરશે. તાત્કાલિક તપાસ પૂર્ણ કરી રિપોર્ટ સબમિટ કરવા રેન્જ આઇજી અશોક યાદવે સૂચના આપી છે. મહત્વનું છે કે, 30 કલાક બાદ પણ પરિવારે મૃતદેહ સ્વીકાર્યા નથી. જેને લઈ પરિવારને સમજાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. જામનગર SPએ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત મંત્રી ભાનુબેન બાબરિયા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
શું છે સમગ્ર મામલો ?
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન ખેડવા બાબતે ધીંગાણું થતાં બે સગા ભાઈની હત્યા કરી દેવામાં આવી છે. સમઢીયાળા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં બન્ને જૂથો વચ્ચે મારામારી થતાં મામલો ઉશ્કેરાયો હતો. અલગ અલગ જ્ઞાતિના બે જૂથો સામસામે આવી ગયા હતા. અને હથિયારો વડે મારામારી થતાં બે સગા ભાઈઓના મોત થયા હતા.
સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં આવેલા સમઢીયાળા ગામમાં જુથ અથડામણની ઘટનામાં ઈજાગ્રસ્તો પૈકીના 2 આઘેડ વ્યક્તિ આલજીભાઈ પરમાર અને મનોજભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. જમીન ખેડવા બાબતે બે અલગ અલગ જ્ઞાતિના જૂથો સામ સામે આવી ગયા હતા. તલવાર અને ધારિયા જેવા હથિયારો સાથે થયેલી મારામારીમાં મામલો બિચક્યો હતો. મૃતકો અનુસુચિત જાતિના છે. જેથી હત્યા બાદ સમાજના લોકો રસ્તા પર ઉતર્યા હતા અને ચક્કાજામ કરી ન્યાયિક તપાસની માગ કરી આરોપીઓને કડકમાં કડક સજા કરાવવા માગણી હતી.
ઘટના બાદ તુરંત જ સમઢીયાળામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખોરવાતા ડીવાયએસપી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અનુસુચિત સમાજના આગેવાનો પણ અહીં એકત્ર થઈ ગયા છે. આ ઘટનામાં 1 મહિલા સહિત 5 લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.

મૃતકના પુત્ર જયેશ પરમારે જણાવ્યું હતું કે, સમઢિયાળામાં અમારી 70 વર્ષ જૂની જમીન છે. પરંતુ આરોપી પક્ષના લોકોએ આ જમીન તેઓની છે તેમ કહીને કેસ કર્યો હતો. આ કેસ અમે જીતી ગયા હતા. તેમ છતાં અમારા પર તેઓ દાદાગીરી કરે છે અને ધાક ધમકીઓ આપે છે. મારા પિતા અને મારા કાકા સહિત પરિવારજનો ત્યાં ખેતરમાં ગયા હતા. તે દરમિયાન 10થી 15 લોકો લાકડી, ધારિયા જેવા હથિયારો લઈને આવ્યાં હતા અને તેઓએ અમારા પરિવારજનો પર હુમલો કર્યો હતો અને મારા પિતાનો પગ પણ કાપી નાખ્યો હતો. જેમાં મારા પિતા અને મારા કાકાનું મોત થયું છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત