Homeગુર્જર નગરીઊનાઃ બેંકમાં રૂપિયા જમા કરાવવા આવતી વખતે યુવકની 8 લાખ રૂપિયા ભરેલી...

ઊનાઃ બેંકમાં રૂપિયા જમા કરાવવા આવતી વખતે યુવકની 8 લાખ રૂપિયા ભરેલી થેલી ગટરમાં પડી ગઈ! પછી જે થયું તે પીઠ થબથબાવવા લાયક છે.

Team Chabuk-Gujarat Desk: હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગીર સોમનાથ જિલ્લા પણ મેઘરાજા મહેરબાન બન્યા છે. જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ઊના તાલુકામાં પણ ગુરુવારે ધોધમાર વરસાદ વરસ્યો અને ઠેર ઠેર પાણી ભરાયું. પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો પરંતુ આ સમયે એક વ્યક્તિને 8 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો. જો કે, નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશ જોષી (રાધે)ની સરાહનીય કામગીરીના કારણે યુવકને રૂપિયા પરત મળી ગયા હતા.

ઊના શહેરના ભાવેશ ભગવાનભાઈ નામના વ્યક્તિ બેંકમાં રૂપિયા જમા કરાવવા જઈ રહ્યા હતા. આ દરમિયાન વરસાદ ચાલુ હોવાથી ગીરગઢડા રોડ પર પાણી ભરાયું હતું. જેમાં કોઈ કારણોસર ભાવેશભાઈની રૂપિયા ભરેલી થેલી પડી ગઈ હતી. ખાડામાં 8 લાખ રૂપિયા પડી જતા ભાવેશભાઈ મુંઝવણમાં મુકાયા હતા. જો પાણીમાં ઉતરે તો જીવ જોખમમાં મુકાય.

આ વાતની જાણ થતા લોકોના ટોળેટોળા એકઠાં થઈ ગયા હતા. ત્યારબાદ વાત નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશ જોષી પાસે પહોંચી જેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો.

UNA Chandresh Joshi

ત્યારબાદ જરા પણ વિલંબ કર્યા વગર ટીકુભાઈ મકવાણા નામના વ્યક્તિને મદદ માટે બોલાવી લીધા. ટીકુભાઈ પોતાનો જીવ જોખમમાં મુક્યો અને ગટરમાં ઉતર્યા. ભારે જહેમત બાદ રૂપિયા ભરેલી થેલી મળી ગઈ. આમ ઊના નગરપાલિકાના ઉપપ્રમુખ ચંદ્રેશ જોશીની સમયસૂચકતા અને ટીકુભાઈની મહેનતે ભાવેશભાઈના 8 લાખ રૂપિયા બચી ગયા. આ કામગીરી બદલ ભાવેશભાઈએ ટીકુભાઈ અને ચંદ્રેશ જોશીનો આભાર માન્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments