Team Chabuk-National Desk: આજે બપોરે 2:35 વાગ્યે ચંદ્રયાન-3 ચંદ્ર તરફ ઉડાન ભરશે. જે 45થી 50 દિવસની યાત્રા બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડિંગ કરશે. એટલે કે 23 ઓગસ્ટ આસપાસ ચંદ્રયાન લેન્ડ કરશે. ચંદ્રયાન-3માં ત્રણ ભાગ રાખવામાં આવ્યા છે. એક સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ, બીજુ લેન્ડર અને ત્રીજુ રોવર. પ્રોપલ્શન મોડ્યુલ છે તે પોતાની રીતે કામ કરશે અને લેન્ડિંગમાં સહાય કરશે.મહત્વનું છે કે, ચંદ્રયાન-2માં હતા તે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનું અપગ્રેડેડ વર્ઝન આ યાનમાં જોડવામાં આવ્યું છે. તેમની કામગીરી પણ પહેલાં જેવી જ છે પણ વધારે સુરક્ષિત છે.
લેન્ડર પાસે આ વખતે લેઝર અને આરએફ આધારિત અલ્ટિમિટર ધરાવે છે. તેનું સોફ્ટવેર પણ એટલું આધુનિક છે કે, કિલોમીટરો સુધી જો કોઈ જોખમ હશે તો તેને પહેલેથી જ જાણ થઈ જશે અને લેન્ડિંગની જગ્યા અંતિમ ઘડી સુધી બદલી શકાશે.

કુલ 10 તબક્કામાં ચંદ્રયાન-3 ચંદ્ર સુધી પહોંચશે. આ 10 તબક્કાને ટૂંકમાં સમજો.
- લોન્ચિંગ થયા બાદ ચંદ્રયાન-3 પૃથ્વીના 6 ચક્કર લગાવશે.
- લૂનર ટ્રાન્સફર ફેઝ એટલે ચંદ્ર તરફ મોકલવાનું કામ. જેમાં ટ્રેઝેક્ટરીનું ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે સ્પેસક્રાફ્ટ સોલર ઑર્બિટથી થઈને ચંદ્ર તરફ વધવા લાગે છે.
- લૂનર ઑર્બિટ ફેઝ (LOI). એટલે ચંદ્રની કક્ષામાં ચંદ્રયાન-3 મોકલવામાં આવશે.
- જેમાં સાત અને આઠ વખત ઑર્બિટ મેન્યૂવર કરીને ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીથી 100 કિમી કક્ષામાં ચક્કર લગાવવાનું શરૂ કરી દેશે.
- પ્રોપલ્શન મોડ્યૂલ અને લૂનર મોડ્યૂલ એકબીજાથી અલગ થશે.
- ડી-બૂસ્ટ ફેઝ એટલે જે દિશામાં જઈ રહ્યા છે, તેમાં ગતિને ઓછી કરવી.
- પ્રી-લેન્ડિંગ એટલે લેન્ડિંગ પહેલાની સ્થિતિ. લેન્ડિંગની તૈયારી શરૂ કરાશે.
- લેન્ડિંગ કરાવાશે
- લેન્ડર અને રોવર ચંદ્રની સપાટી પર પહોંચીને સામાન્ય થઈ રહ્યા હશે.
- પ્રોપલ્શન મોડ્યૂલનું ચંદ્રની 100 કિમીની કક્ષામાં પરત પહોંચશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત