Homeદે ઘુમા કેIPL 2020: CSK પાસે હજુ એક ચાન્સ, આ રીતે પહોંચી શકે છે...

IPL 2020: CSK પાસે હજુ એક ચાન્સ, આ રીતે પહોંચી શકે છે પ્લેઓફમાં

IPL 2020. રંગ જામ્યો છે. પોઈન્ટ ટેબલ પર ઉથલ-પાથલ જોવા મળી રહી‌ છે. અત્યાર સુધીમાં સીઝનની 37 મેચ રમાઈ ચુકી છે. સીઝનમાં ઉડીને આંખે વળગે એવી વાત છે કે ફાઈનલ મેચની જીતની દાવેદાર મનાતી ટીમ ચૈન્નઈ સુપરકિંગ્સ (CSK) પોંઈન્ટ ટેબલ પર સૌથી નીચે પટકાઈ છે. જ્યારે વધુ એક જીત સાથે રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ્સ ટેબલમાં આઠમાથી પાંચમા ક્રમે ગોઠવાઈ ગયું છે.

IPLની 37મી ટક્કર ચેન્નઈ અને રાજસ્થાન વચ્ચે અબુ ધાબીના મેદાન પર થઈ. રાજસ્થાને ચૈન્નઈને 7 વિકેટથી હરાવ્યું. સીઝનમાં ચેન્નાઈની આ 7મી હાર છે. રાજસ્થાનના બોલર સામે ધોની સેના કંઈ ખાસ કરી શકી ન હતી. રાજસ્થાનના બોલર્સે છેલ્લે સુધી ચેન્નઈના બેટ્સમેનોને હાથ ખોલવાનો મોકો ના આપ્યો એટલે 20 ઓવરમાં ચેન્નઈ 125 રન જ કરી શકી.

જવાબમાં 17.3 ઓવરમાં રાજસ્થાને આસાન જીત મેળવી લીધી.મેચમાં જોસ બટલરે ચેન્નઈના બોલર્સને ઘોળા દિવસે તારા બતાવી દીધા અને 48 બોલમાં 145.83ની સ્ટ્રાઈકરેટથી 70 રન ફટકાર્યા. આમ, IPLની કારકિર્દીમાં બટલરે પોતાની 11મી ફિફ્ટી પણ નોંધાવી દીધી.

રાજસ્થાનની શરુઆત નબળી રહી હતી. તેમણે 28 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. સ્ટોક 19, ઉથ્થપ્પા 4 અને સંજુ સેમસન શૂન્ય રને આઉટ થયો. ત્યારબાદ બટલર અને સ્ટીવ સ્મિથે મોરચો સંભાળ્યો અને 98 રનની પાર્ટનરશીપની મદદથી લક્ષ્ય હાંસલ કર્યું. ચેન્નઈ તરફથી ધોની 28 રન સિવાય રવિન્દ્ર જાડેજાએ અણનમ 36 અને સેમ કરને 21 રન બનાવ્યા હતા.

મેચમાં ફાફ ડુ પ્લેસીસ અને વોટ્સને ચેન્નાઇના ફેન્સને નિરાશ કર્યા હતા. ડુ પ્લેસીસ સસ્તામાં જ જોફરા આર્ચરનો શિકાર થયો. તે‌ 9 બોલમાં 1 ફોરની મદદથી માત્ર 10 રન કરી શક્યો. તો વોટ્સન પણ 8 રનમાં જ કાર્તિક ત્યાગીની બોલિંગમાં રાહુલ તેવટિયાને કેચ આપી બેઠો હતો.

રાજસ્થાન તરફથી જોફરા આર્ચર, કાર્તિક ત્યાગી, શ્રેયસ ગોપાલ અને રાહુલ તેવટિયાએ 1-1 બેટ્સમેનને પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સીઝનનો સૌથી નાનો ટાર્ગેટ ચેન્નાઈએ 126 રનનો ટાર્ગેટ આપ્યો. આ ચાલુ સીઝનનો સૌથી નાનો ટાર્ગેટ છે.

આ પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સને 143 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મેચ હાર્યા પણ માહીએ ફેન્સના દિલ જીત્યા કેપ્ટન કૂલે મેચમાં 3 રેકોર્ડ બનાવ્યા. માહી IPLમાં 200 મેચ રમનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત, ધોનીએ ચેન્નાઈ માટે 4000 રન પણ પૂરાં કર્યા. તો સંજૂ સેમસનનો કેચ પકડતાંની સાથે જ IPLમાં ધોની150 કેચ ઝડપવાની સિધ્ધિ પણ મેળવી લીધી છે.

CSK પાસે હજુ એક ચાન્સ છે. હાલ 10 મેચમાં 7 હાર અને માત્ર 6 પોઇન્ટ્સ સાથે ધોની સેના પોઇન્ટ્સ ટેબલમાં છેલ્લા સ્થાને છે. ટીમ બાકીની ચારેય મેચ જીતે તો 14 પોઇન્ટ્સ સુધી પહોંચી શકે છે. સારી નેટ રનરેટના આધારે ટેક્નિકલી હજુ ધોનીની ટીમ ક્વોલિફાય કરી શકે તેમ છે. એટલે હવે માહીની ટીમે બાકીની મેચ સારી રનરેટથી જીતવી‌ પડશે. 2019માં હૈદરાબાદ 12 પોઇન્ટ્સ સાથે પણ પ્લેઓફમાં ક્વોલિફાય થયું હતું.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments