Team Chabuk-Gujarat Desk: ગુજરાતના અમદાવાદના ઓઢવ વિસ્તારમાં એક જ પરિવારના ચાર લોકોની ઘાતકી હત્યા કરી હત્યારો ભાગી છૂટ્યો છે. પોલીસને એવી આશંકા છે કે ઘર કંકાસમાં હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો છે. પોલીસે હાલ શંકાના આધારે પરિવારના જ એક વ્યક્તિની તપાસ આદરી છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારની દિવ્યપ્રભા સોસાયટીના એક ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી. સ્થાનિક નાગરિકોએ આ અંગેની સૂચના પોલીસને આપી હતી. પોલીસ ઘરનું તાળું તોડી અંદર પહોંચી તો ઘરના અલગ અલગ રૂમમાં ચાર લોકોના મૃતદેહ હતા. જેમાં એકની લાશ બાથરૂમમાં, એકની લાશ આગળના રૂમમાંથી અને બેની લાશ પાછળના રૂમમાંથી મળી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ચારે લોકોની હત્યા ચાર દિવસ પહેલા થઈ હતી. પોલીસે એવી આશંકા વ્યક્ત કરી છે કે ઝઘડો થયા બાદ ઘરના મોભી વિનોદ મરાઠીએ જ પોતાની પત્ની સોનલ મરાઠી, પુત્રી પ્રગતિ, પુત્ર ગણેશ અને સાસુ સુભદ્રાનું કત્લ કર્યું છે. વિનોદ મરાઠી ઘરેથી ફરાર છે, જેથી પોલીસની શંકા તેના પર જ જઈ રહી છે. પોલીસની બે ટીમે સંદિગ્ધને પકડવા માટે તપાસ શરુ કરી દીધી છે. મૃતદેહોને પોલીસે પોસ્ટમોર્ટમ ખાતે ખસેડ્યા હતા.

અમદાવાદના જેસીપી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે મૃતકોની બોડીને પીએમ માટે મોકલવામાં આવી રહ્યા છે. પોલીસ આ અંગે ઘરની તપાસ કરી રહી છે. સાથે જ સંદીગ્ધ આરોપીને ઝડપવા માટે પોલીસની બે ટીમ બનાવવામાં આવી છે. જલ્દી જ પોલીસ આ કેસનો ખુલાસો કરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
