Team Chabuk-Sports Desk: આજથી IPL-2022 માટે મેગા ઓક્શનની શરૂઆત થશે. આજે અને આવતીકાલે યોજાનાર મેગા ઓક્શનમાં 590 ખેલાડીઓ ભાગ લેશે. જેમાં ૧૦ ટીમો કુલ 217 ખેલાડીઓની ખરીદી કરશે. આ ઓક્શનમાં 19 દેશોના 1214 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 590 ખેલાડીઓને ફાઇનલ હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
IPLમાં અમદાવાદ અને લખનઉ નવી ટીમ
આ વખતની આઇપીએલની ટીમની સંખ્યા આઠથી વધારીને ૧૦ થઈ છે. અમદાવાદ અને લખનઉ સુપર જાયન્ટ્સ બે નવી ટીમનો ઉમેરો થયો છે. ચેન્નઇ સુપરકિંગ, દિલ્હી કેપિટલ્સ, કોલકત્તા નાઈટ રાઈડર્સ, લખનૌ સુપર જાયન્ટ્સ, મુંબઇ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઈઝ હૈદરાબાદ અને ટીમ અમદાવાદ વચ્ચે ખેલાડીઓને ખરીદવા માટે જોરદાર સ્પર્ધા થશે.
મોટાભાગના ખેલાડીઓને ઇન્ટરનેશનલ અનુભવ નહીં
આઇપીએલની 15મી શૃંખલા માટે યોજાનાર ઓક્શનમાં ભાગ લેનાર 590 ખેલાડીઓમાંથી 228 ખેલાડી આંતરરાષ્ટ્રીય મેચમાં રમી ચૂક્યા છે. જ્યારે 335 ખેલાડીઓ અત્યાર સુધીમાં એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા નથી. આ મેગા હરાજીમાં આ વખતે ઘણા નવા ખેલાડીઓની પણ હરાજી થઇ શકે છે.
220 વિદેશી ખેલાડીની લાગશે બોલી
આઇપીએલ દ્વારા તૈયાર કરવામાં આવેલ ફાઇનલ લિસ્ટમાં 48 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે 20 ખેલાડીઓની બેઝ પ્રાઈસ દોઢ કરોડ રૂપિયા નક્કી કરાઈ છે. જ્યારે 34 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ એક કરોડ રૂપિયા છે. બેઝ પ્રાઈઝનો મતલબ એ છે કે આ ખેલાડીઓની બોલી આ રકમથી શરૂ કરવામાં આવશે. હરાજી થનારા 590 ખેલાડીઓમાંથી 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડી છે. આ હરાજીમાં સૌથી વધુ ખેલાડી ભારતના છે. ઓસ્ટ્રેલિયા 47 ખેલાડીઓ સાથે બીજા ક્રમ પર છે.
ભારતીય ખેલાડીઓ
આઇપીએલ માટે જે ખેલાડીઓની હરાજી થવાની છે તેવા ભારતના મુખ્ય ખેલાડીઓની વાત કરવામાં આવે તો રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઇશાન કિશન, રહાણે, સુરેશ રૈના, રવિન્દ્ર ચહલ, શ્રેયસ ઐયર, શિખર ધવન, વોશિંગ્ટન સુંદર, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ જેવા ક્રિકેટરનો સમાવેશ થાય છે. જેમાંથી શ્રેયસ, ઇશાન, શાર્દુલ અને ચહર ઉપર મોટી બોલી લાગી શકે છે
અંડર-19ના સ્ટાર ક્રિકેટર્સ
IPLમાં આ વખતની હરાજીમાં અંડર-19ના સ્ટાર ક્રિકેટર પણ ભાગ લેશે. અંડર-19 વિશ્વ કપમાં રમેલા યસ ધુલ, વિકી, રાજવર્ધન હંગારકાર હરાજીમાં ઉતારશે. આ ઉપરાંત હર્ષલ પટેલ, કૃણાલ પંડ્યા, શાહરુખ ખાન, દિપક હુદ્દા અને આવેશ ખાન ઉપર પણ મોટી બોલી લાગવાની શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
