Team Chabuk-Sports Desk: ઈન્ડિયન પ્રીમિયર લીગની 45મી મેચ એક ઓક્ટોબરના રોજ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. આ રોમાંચક મેચમાં પંજાબે ત્રણ બોલ બાકી રહ્યા ત્યારે જ પાંચ વિકેટથી મેચ પોતાના નામે કરી લીધી હતી. મેચમાં કોલકાતાએ પ્રથમ બેટીંગ કરતા સાત વિકેટના નુકસાન પર 165 રન બનાવ્યા હતા. જીત માટે 166 રનના લક્ષ્યનો પીછો કરવા માટે ઉતરેલી પંજાબની ટીમે 19.3 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધું હતું. પંજાબ કિંગ્સની જીત બાદ પોંઈન્ટ ટેબલમાં પરિવર્તન થયું છે. પ્લેઓફમાં હવે બાકીના બે સ્થાન માટે ચાર ટીમ પોતાની દાવેદારી રજૂ કરશે. ચૈન્નઈ અને દિલ્હી પહેલા જ પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂક્યા છે.

પંજાબ પાંચમાં સ્થાન પર પહોંચી જતા અન્ય ટીમોના સમીકરણ બદલાઈ ગયા છે. પંજાબ કિંગ્સે આ સીઝનના 12 મેચમાંથી પાંચમાં જીત મેળવી છે જ્યારે સાતમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. 10 અંકોની સાથે તે પાંચમા સ્થાન પર બરકરાર છે. હવે પંજાબ કિંગ્સ અને કેકેઆર બંનેના બે બે મેચ બાકી છે. બંને ટીમ પાસે દસ દસ પોંઈન્ટ છે.

ફાઈનલમાં પહોંચવાની દર વખતે દાવેદાર મનાતી મુંબઈ ઈન્ડિયન્સના પણ પ્લેઓફમાં પહોંચવાના પૂરા ચાન્સ છે. દસ અંકોની સાથે એ છઠ્ઠા સ્થાન પર છે. મુંબઈનો પ્લસ પોંઈન્ટ એ છે કે હજુ ત્રણ મેચ રમવાના બાકી છે. જો તે બાકીના મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શનના સહારે રનરેટ મુજબ રમે છે તો તેને અંતિમ ચારમાં પહોંચતા કોઈ નહીં રોકી શકે. જોકે આઈપીએલમાં મુંબઈની ટીમનું નિરાશાજનક પ્રદર્શન તેની જીત આગળ અડચણરૂપ સાબિત થઈ રહ્યું છે.

દર વર્ષે હારનું વિષ પી જનારી આરસીબીનું પ્લેઓફમાં પહોંચવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે. આરસીબીએ 11 મેચમાંથી સાતમાં જીત પ્રાપ્ત કરી છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના 14 પોંઈન્ટ છે. પોંઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. પ્લેઓફમાં પહોંચવા માટે માત્ર એક મેચ જીતવાનો છે. જો મુંબઈ તમામ મેચ જીતી જાય છે, તો ચૈન્નઈ, દિલ્હી અને બેંગ્લોર બાદ તે પ્લેઓફમાં પહોંચી શકે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત