Team Chabuk-Sports Desk: IPL સિઝન 14ની 16મી મેચમાં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 10 વિકેટે હરાવી. રોયલ ચેલેન્જર્સની ટીમના જીતના હીરો દેવદત્ત પડિક્કલ અને કિંગ કોહલી રહ્યા. દેવદત્ત પડિક્કલે લીગમાં પોતાની પ્રથમ સદી ફટકારી. તેણે 52 બોલ પર 11 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 101 રની અણનમ ઈનિંગ રમી. તો કિંગ કોહલીએ લીગમાં પોતાની 40મી અર્ધસદી ફટકારી. તેણે 47 બોલ પર 6 ફોર અને 3 સિક્સની મદદથી અણનમ 73 રન ફટકાર્યા. આ સાથે જ તેણે IPLમાં વધુ એક રેકોર્ડ નોંધાવી દીધો છે. વિરાટ કોહલી પહેલો એવો બેટ્સમેન બની ગયો છે જેણે IPLમાં પોતાનો વ્યક્તિગત સ્કોર 6 હજાર રને પહોંચ્યો હોય.
રાજસ્થાન રોયલ્સ સામે દેવદત્ત પડિક્કલ અને વિરાટ કોહલીનો જાદુ છવાયો હતો. બંને ખેલાડીઓએ મેદાન પર ચારે તરફ રનનો ઢગલો કરી દીધો હતો. વિરાટ કોહલીએ જ્યારે પોતાના પચાસ રન પૂરા કર્યા ત્યારે આ ફિફ્ટી તેણે પોતાની લાડકી દીકરીને ડેડિકેટ કરી હતી. કોહલીએ પચાસ રન પૂરા કરતાંની સાથે જ પ્રથમ તેણે પહેલાં બેટ ઉંચુ કર્યું. ત્યારબાદ વામિકાને ફ્લાઈંગ કિસ આપી અને બાદમાં બેબી સેલિબ્રેશન પણ કર્યું. કોહલીનું આ સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. કોહલીના ફેન્સ કોહલીના આ રિએક્શન પર લાઈક્સ અને કોમેન્ટ્સનો વરસાદ વરસાવી રહ્યા છે.
👑 Kohli dedicates his FIFTY to his Daughter ❤️❤️❤️❤️#ViratKohli #IPL2021 #RCB pic.twitter.com/rzkB6LZdHn
— Thyview (@Thyview) April 22, 2021
લીગમાં 6 હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો
વિરાટ કોહલી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં 6 હજાર રન કરનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેણે 188 ઇનિંગ્સમાં સિદ્ધિ મેળવી છે. લીગમાં હાઈએસ્ટ રન સ્કોરરના લિસ્ટમાં ચેન્નઈ સુપરકિંગ્સનો સુરેશ રૈના બીજા સ્થાને છે. તેણે 192 ઇનિંગ્સમાં 5 હજાર 448 રન બનાવ્યા છે. જ્યારે 179 ઇનિંગ્સમાં 5428 રન સાથે શિખર ધવન આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે..
RCB પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર
RCB ટૂર્નામેન્ટમાં એકમાત્ર ટીમ છે જે હજુ આ સિઝનમાં એકપણ મેચ હારી નથી. કોહલીની ટીમના 4 મેચમાં 4 જીત સાથે 8 પોઈન્ટ્સ છે. ચેન્નઈ અને દિલ્હી અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. બંનેના 6-6 પોઈન્ટ્સ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ 4 પોઈન્ટ્સ સાથે ચોથા સ્થાને છે. આ ઉપરાંત 2-2 પોઈન્ટ સાથે હૈદરાબાદ, કોલકત્તા, પંજાબ, રાજસ્થાન અનુક્રમે 5, 6, 7 અને 8માં સ્થાને છે.
આજે મુંબઈ અને પંજાબ વચ્ચે જંગ
IPLમાં આજે 17મો મુકાબલો પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. ચેન્નઈના એએમ ચિતંબર સ્ટેડિયમાં બંને ટીમ ટકરાશે. પોઈન્ટ્સ ટેબલ પર મુંબઈ ઈન્ડિયન્સ ચોથા સ્થાને છે જ્યારે પંજાબ કિંગ્સ 7મા સ્થાને છે. મુંબઈએ ચારમાથી બે મેચ જીતી છે જ્યારે પંજાબ 4માંથી માત્ર એક જ મેચ જીતી શક્યું છે. આજે બંને ટીમ વચ્ચે પોઈન્ટ ટેબલ પર પોતાનું સ્થાન આગળ લઈ જવા માટે જંગ જામશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત