Homeગામનાં ચોરેમુંબઈની હોસ્પિટલમાં આગ લાગતાં 23 વર્ષના યુવક સહિત 13 કોરોના દર્દીના મોત

મુંબઈની હોસ્પિટલમાં આગ લાગતાં 23 વર્ષના યુવક સહિત 13 કોરોના દર્દીના મોત

Team Chabuk-National Desk: એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ કોરોનાના કારણે મોતને ભેટી રહ્યા છે ત્યારે કોવિડ-19 હોસ્પિટલોમાં અકસ્માતના બનાવો પણ સામે આવી રહ્યા છે. મુંબઈના વિરારમાં આવેલી વિજય વલ્લભ હોસ્પિટલમાં મોડી રાતે આગ લાગતાં 13 કોરોના દર્દીના મોત થઈ ગયા છે.

કોરોનાના કારણે અનેક દર્દીઓના નજર સામે જ મોત થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ હોસ્પિટલોમાં આગ જેવી દુર્ઘટના સર્જાતા પણ અનેક દર્દીઓ મોતને ભેટ્યા છે. શુક્રવારે વહેલી સવારે મુંબઈના વિરાર વિસ્તારમાં આવેલી વિજય વલ્લભ હોસ્પિટલમાં આગની દુર્ઘટના સર્જાઈ હતી. વિજય વલ્લભ હોસ્પિટલમાં આશરે 3 વાગ્યાની આસપાસ આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી. આ આગની દુર્ઘટનામાં આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા કોરોનાના 13 દર્દીના મોત થઈ ગયા છે. આગ લાગી ત્યારે હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં 17 દર્દીઓની સારવાર ચાલી રહી હતી. વહેલી સવારે સવા ત્રણ વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે સાડા પાંચ વાગ્યાની આસપાસ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં અધિકારીઓ પણ હોસ્પિટલે પહોંચ્યા હતા. હોસ્પિટલ તંત્રની લાપરવાહી સામે કોઈ કાર્યવાહી ન કરી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપી દીધા છે.

વિજય વલ્લભ હોસ્પિટલમાં લાગેલી આ આગમાં કોરોનાની સારવાર લઈ રહેલા 13 દર્દીઓ જીવતા હોમાઈ ગયા છે. મૃતકમાં એક 23 વર્ષીય યુવકનું પણ મૃત્યું થયું છે. મૃતકોમાં 4 મહિલા અને 9 પુરુષોનો સમાવેશ થાય છે.

વિરારની વિજય વલ્લભ હોસ્પિટલમાં આગના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમઓ દ્વારા ટ્વિટ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી અને જે દર્દીઓને ઇજા પહોંચી છે તેઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

બે દિવસ પહેલા નાસિકમાં પણ દુર્ઘટના ઘટી હતી

મહારાષ્ટ્રમાં બે દિવસમાં કોવિડ-19 હોસ્પિટલમાં બે દુર્ઘટના બની છે. આજે વિરારમાં વિજય વલ્લભ હોસ્પિટલમાં આગ લાગવાથી 13 દર્દીના મોત થયા છે જ્યારે બુધવારે નાસિકમાં સરકારી હોસ્પિટલમાં પણ દુર્ઘટના ઘટી હતી. નાસિકની ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેંક લીક થઈ ગઈ હતી. 30 મિનિટ સુધી ઓક્સિજન સપ્લાય રોકી દેવાતા 24 દર્દીઓના મોત થયા હતા. જ્યારે ઓક્સિજન સપ્લાય રોકવામાં આવી ત્યારે હોસ્પિટલમાં 171 દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા જેમાંથી 67 દર્દીઓ વેન્ટીલેટર પર હતા. ઓક્સિજન સપ્લાય બંધ થતાં આ દુર્ઘટનામાં 24 દર્દીઓ મોતને ભેટ્યા હતા.

ગુજરાતમાં પણ અમદાવાદ, રાજકોટ, જામનગર જેવા શહેરોમાં અલગ અલગ કોવિડ-19 હોસ્પિટલમાં આગની ઘટના બની છે. આ દુર્ઘટનામાં પણ નિર્દોષ દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments