Homeગુર્જર નગરીIPS હસમુખ પટેલ બન્યા GPSCના અધ્યક્ષ

IPS હસમુખ પટેલ બન્યા GPSCના અધ્યક્ષ

Team Chabuk-Gujarat Desk: ગુજરાત જાહેર સેવા કમિશન (GPSC)ના નવા અધ્યક્ષ તરીકે IPS અધિકારી હસમુખ પટેલની નિમણૂક કરાઈ છે. રાજ્ય સરકારના સમાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનો આદેશ જાહેર કર્યો છે. IPS કેડરના અધિકારી હસમુખ પટેલ આગામી સમયમાં GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ સંભાળશે. તેમની નિમણૂક થતાં GPSCને નવું નેતૃત્વ મળશે, જેઓ રાજ્યની વિવિધ સરકારી ભરતીઓ અને પરીક્ષાઓના સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ગુજરાત સરકારે જાહેર કરેલા આદેશ અનુસાર, હસમુખ પટેલ ગુજરાત જાહેર સેવા આયોગની કામગીરીનું સંચાલન કરશે. તેમની આ નિમણૂકથી રાજ્યની સરકારી ભરતી પ્રક્રિયાઓને નવી દિશા મળશે એવી અપેક્ષા છે, ત્યારે 2016થી 2022 સુધી GPSCના અધ્યક્ષ તરીકેનો કાર્યભાળ દિનેશ દાસાએ સંભાળ્યો હતો. જોકે તેમની નિવૃત્તિ બાદ આ પદ ખાલી હતું, જેથી આ ખાલી જગ્યાનો હવાલો નલિન ઉપાધ્યાયને સોંપવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, ઓગસ્ટ 2023માં IPS હસમુખ પટેલને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી. હસમુખ પટેલને નવા પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ગુજરાત સરકારે નવા પોલીસ ભરતી બોર્ડની રચના કરી છે ત્યારે હસમુખ પટેલ એના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા. આ ભરતી બોર્ડે પીએસઆઇ અને એલઆરડીની પરીક્ષા યોજી હતી.

29 જાન્યુઆરી 2023માં પરીક્ષા લેવાય એના ગણતરીના કલાકો પહેલાં લીક થયાનો ઘટસ્ફોટ ખુદ ગુજરાત પંચાયત પંસદગી મંડળે પ્રેસ નોટિસ રિલીઝ કરીને કર્યો હતો. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી કોઈ ઈમાનદાર અધિકારીને આપવામાં આવે એવી માગ ઊઠી હતી, ત્યારે ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર અને લોકરક્ષક ભરતી બોર્ડની કમાન સંભાળી રહેલા આઈપીએસ અધિકારી હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળની વધારાની જવાબદારી સોંપવામાં આવી હતી. 6 ફેબ્રુઆરી 2023ના બપોરે હસમુખ પટેલ ચાર્જ સંભાળી લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાત 1993 બેચના આઈપીએસ અધિકારી હસમુખ પટેલ તેમની ઈમાનદારીને લઈને જાણીતા છે.

દિનેશ દાસાએ અભિનંદન પાઠવ્યા
GPSCના પૂર્વ ચેરમેન ડો. દિનેશ દાસાએ હસમુખ પટેલને X પર પોસ્ટ કરીને અભિનંદન પાઠવ્યા છે. તેમણે પોસ્ટમાં જણાવ્યું છે કે તમને વિઝન અને સમર્પણ સાથે GPSCને અગ્રેસર કરવામાં મોટી સફળતા મળે એવી શુભેચ્છા. તમારી આ નવી ભૂમિકા રાજ્યમાં જાહેર સેવામાં વધુ શ્રેષ્ઠતા લાવશે.

hasmukh patel

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments