Homeગામનાં ચોરેપતિને ઝાડ સાથે બાંધી નજર સામે જ 8 શખ્સોએ પત્ની પર દુષ્કર્મ...

પતિને ઝાડ સાથે બાંધી નજર સામે જ 8 શખ્સોએ પત્ની પર દુષ્કર્મ આચર્યું !

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં સામુહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પતિ સાથે ભૈરવ બાબા પિકનિક પોઈન્ટ પર ગયેલી એક નવપરિણીત યુવતી પર 8 લોકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. દાવો છે કે, આરોપીઓએ પતિને ઝાડ સાથે બાંધી દઈ તેની નજર સામે જ તેની પત્નીને હવસનો શિકાર બનાવી હતી.

પોલીસે યુવતી પર બળાત્કાર ગુજારનારા 5 હવસખોર અને વીડિયો બનાવવામાં મદદ કરનારા 3ની ધરપકડ કરી છે. રિવા હેડક્વાર્ટરના નાયબ પોલીસ અધિક્ષક હિમાલી પાઠકે જણાવ્યું હતું કે, યુવતીના લગ્ન થોડા સમય પહેલાં જ થયા છે. યુવતી અને તેના પતિની ઉંમર 19 થી 20 વર્ષની આસપાસ છે અને બંને કોલેજમાં ભણે છે.

પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેના પર બળાત્કાર કરનારા પાંચમાંથી એકના હાથ અને છાતી પર ટેટૂ હતા. પોલીસે તેના આધારે લગભગ 100 લોકોની અટકાયત કરી હતી. તેમાંથી એક બળાત્કારી નિકળતાં તેના આધારે પોલીસ બીજા આરોપી સુધી પહોંચી ગઈ.

પીડિતાએ આજીજી કરતાં પોતે પતિ-પત્ની હોવાથી જવા દેવા કહ્યું પણ બળાત્કારીઓ માન્યા નહોતા. બંનેએ ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે બાઇકની ચાવી છીનવી લીધી અને ફોન પણ લઈ લીધો હતો. તેમણે કાચની બોટલ બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ પછી પાંચેય જણાએ વારાફરતી બળાત્કાર કરીને વીડિયો પણ બનાવ્યો.

પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, ગાંજા, મોબાઈલ વગેરે પણ કબજે કર્યા છે. તમામ આરોપીઓ લીટી-ચોખા બનાવવા જંગલમાં નાળાના કિનારે ગયા હતા. આ બળાત્કારીઓએ ફોન કરીને પોતાના બીજા સાથીઓને પણ બોલાવ્યા હતા. બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ આપેલી જુબાની પ્રમાણે, યુવતી પર બળાત્કાર વખતે આરોપીઓ તેના પતિને સતત મારતા હતા. બળાત્કારીઓ અંદરોઅંદરની વાતચીતમાં કહેતા હતા કે, અમે અહીં છોકરીઓની રાહ જોઈને બેસીએ છીએ તેથી તુ પહેલી નથી.

આ ઘટનામાં ભાજપના મીડિયા પ્રભારીના પુત્રની સંડોવણીનો આક્ષેપ થઈ રહ્યો છે પણ પોલીસે પકડેલા 8 આરોપીઓમાં ભાજપના કોઈ નેતાનો પુત્ર નથી તેથી પોલીસ તેને છાવરી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

રીવામાં યુવકને બંદી બનાવીને તેની યુવતી પર સામૂહિક બળાત્કારના કેસમાં એક ઓડિયો વાયરલ થયો છે. આ ઓડિયોમાં પીડિતા યુવતી બીજી મહિલાને પોતાની આપવિતી કહેતી સાંભળાય છે. પીડિતા યુવતી કહે છે કે, બળાત્કારીઓ પૈકી એક યુવકે ધમકી આપતા કહ્યું હતું કે, હું મીડિયા ઈન્ચાર્જનો દીકરો છું. પોલીસ અમને કંઈ કરી શકશે નહીં.

riva Gang rape

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments