Homeતાપણુંગુજરાત ભાજપના આ દિગ્ગજ નેતાએ અચાનક રાજીનામું આપતા ખળભળાટ, જાણો વધુ વિગતો

ગુજરાત ભાજપના આ દિગ્ગજ નેતાએ અચાનક રાજીનામું આપતા ખળભળાટ, જાણો વધુ વિગતો

Team Chabuk-Political Desk: ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અત્યંત નજીક ગણાતા તથા પક્ષના શક્તિશાળી નેતા તરીકે ઉભરી આવેલા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું લઈ લેવાયુ છે. હજુ હાલમાં જ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની સામેની પત્રિકાનો વિવાદ ચગ્યો હતો તથા તેમાં દક્ષિણ ગુજરાત ભાજપના ત્રણ તાલુકા કક્ષાના નેતાઓની ધરપકડ સુધી પગલા લેવાયા છે.

પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું માંગી લેવાતા અને તેઓની યુનિ. પ્રકરણની કોઈ જમીન પ્રકરણની સંડોવણી અંગે છેક દિલ્હી સુધી રિપોર્ટ પહોચતા જ મોવડીમંડળની સૂચના મુજબ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તેઓને ગઈકાલે રાત્રિના જ રાજીનામું આપવા જણાવી દેવાયુ હતું અને આજે સમાચાર ચેનલો સાથેની વાતચીતમાં વાઘેલાએ સ્વીકાર્યુ કે પ્રદેશ પ્રમુખની સૂચના મુજબ તેઓએ મહામંત્રીપદેથી રાજીનામુ આપી દીધુ છે.

તેઓને ભાજપના પ્રદેશ કાર્યાલય ‘કમલમ’માં પણ પ્રવેશબંધી કરી તેમની ચેમ્બરને તાળા લગાવી દેવાયા છે. જો કે પ્રદિપસિંહ વાઘેલાએ કમલમ નહી જવા કોઈ સૂચના હોવાનો ઈન્કાર કર્યો છે. યુનિ. જમીન પ્રકરણમાં નામ આવ્યાની ચર્ચા છે. સી.આર. પાટીલે જ રાજીનામું માંગી લીધું હોવાની ચર્ચા છે. કમલમમાં પ્રવેશબંધની પણ ચર્ચા ચાલી રહી છે.

pradipsinh vaghela

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટીની એક અત્યંત કિંમતી જમીનના પ્રકરણમાં પ્રદિપસિંહ વાઘેલાનું નામ સંડોવાયેલું હતું અને તપાસ છેક પોલીસ સુધી પહોંચી હતી જેમાં વાઘેલાના નામ અંગે પોલીસને ચોકકસ લીંક મળતા જ ઉચ્ચ અધિકારી મારફત છેક સીએમઓને જાણ કરતા જ પ્રદેશ પ્રમુખને રીપોર્ટ અપાયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ લગભગ એક સપ્તાહ સુધી આ અંગે તપાસ થયા બાદ વાઘેલાને રાજીનામું આપવા જણાવી દેવાયું છે. હવે ભાજપના અન્ય કોઈ નેતાની સંડોવણી અંગે પણ તપાસ થશે. ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલનો ઉદય સાથે જ પ્રદિપસિંહ વાઘેલાનો પણ ઉદય થયો હતો અને તમામ વિશ્વાસુ નિર્ણયમાં તેઓની ભૂમિકા હતી.

અગ્નિપરીક્ષામાંથી બહાર આવીશ: પ્રદિપસિંહ વાઘેલા

ગુજરાત ભાજપના મહામંત્રીપદેથી રાજીનામુ આપનાર પ્રદિપસિંહ વાઘેલાએ વાતચીતમાં સ્વીકાર્યુ કે તેઓએ સાત દિવસ પહેલા પ્રદેશ પ્રમુખની સૂચના મુજબ રાજીનામુ આપી દીધુ હતું પરંતુ તેમની અગ્નિ પરીક્ષા થઈ રહી હોવાનું જણાવતા કહ્યું કે હું તેમાંથી બહાર આવીશ.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments