Homeગુર્જર નગરીઆ ઝેર અપાયા બાદ કદાચ હું એકલો જીવિત વ્યક્તિ છું : તપન...

આ ઝેર અપાયા બાદ કદાચ હું એકલો જીવિત વ્યક્તિ છું : તપન મિશ્રા

Team Chabuk-Gujarat : ઈસરોના સિનિયર વૈજ્ઞાનિક અને અમદાવાદ સ્પેસ એપ્લીકેશન સેન્ટરના પૂર્વ ડાયરેક્ટર તપન મિશ્રાએ દાવો કર્યો કે, તેમને ઝેર આપવામાં આવ્યું હતું. તપન મિશ્રાના આ દાવાથી ગુજરાત સહિત દેશભરમાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. તપન મિશ્રાએ દાવો કર્યો છે કે, તેમને બેંગાલુરૂમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાન નાસ્તામાં ભેળવીને ઝેર આપી દેવાયું હતું. જેના કારણે તેમને 30થી 40 ટકા લોહી ઘટી ગયું હતુ..

તપન મિશ્રાએ એક ફેસબુક પોટ્સ લખીને આ આરોપ લગાવ્યા છે કે, તેમને ઝેર અપાયું હોવાની આશંકા છે. બે વર્ષથી તેમની હાલત ખરાબ છે. ત્યાં સુધી કે તેમની સારવાર કરનારા ડોક્ટરનો સંદર્ભ આપીને તેમણે પોસ્ટમાં લખ્યું છે, ‘દેશના પ્રસિદ્ધ ફોરેન્સિક સ્પેશ્યાલિસ્ટ ડૉ. સુધીર ગુપ્તાએ જણાવ્યું કે, તેમણે પોતાની કારકિર્દીમાં પહેલાં આવા વ્યક્તિ જોયા છે જેઓને જીવલેણ ઝેર અપાયા બાદ પણ  જીવિત છે.’

સમગ્ર મામલે તપન મિશ્રાએ તપાસની માગણી કરી છે.  તેમણે કહ્યું કે,  ‘હું જાન્યુઆરીમાં નિવૃત થઇ રહ્યો છું, કોઇએ હજુ સુધી ધ્યાન નથી આપ્યું. મારા જીવનને ખતરો છે. કદાચ મારૂ મૃત્યુ થઇ જાય તો લોકોને ખબર પડે કે મારી સાથે શું શું થયું. તેમણે પોસ્ટમાં કહ્યું છે કે, આ ઝેર અપાયા બાદ કદાચ હું એકલો જીવિત વ્યક્તિ છું. જે ઝેર અપાયું હતું તેનાથી કોઈ બચતું નથી. આ અંગે મે કોઈને ફરિયાદ નથી કરી હું કોઈને મળી પણ નથી શકતો. સતત બે વર્ષ સુધી મારે સારવાર કરાવવી પડી છે.’

તપન મિશ્રાની ફેસબુક પોસ્ટ

તમન મિશ્રાએ ફેસબુક પર લખ્યું કે, ‘ઇસરોમાં આપણે મોટા વૈજ્ઞાનિકોના શંકાસ્પદ મૃત્યુના સમાચાર સાભળ્યા છે. 1971માં પ્રોફેસર વિક્રમ સારાભાઈનું શંકાસ્પદ મોત થયું હતું. ત્યારબાદ 1999માં VSSCના ડાયરેક્ટર ડૉક્ટર એસ શ્રીનિવાસનના મોત પર પણ સવાલ ઉઠ્યા હતા. 1994માં શ્રી નાંબીનારાયણ કેસ પણ સૌની સામે આવ્યો હતો. પરંતુ મેં ક્યારેય વિચાર્યુ નથી કે એક દિવસ હું પણ આ રહસ્યનો ભાગ બનીશ.’

તપન મિશ્રાએ ફેસબુક પોસ્ટ પર દાવો કર્યો છે કે, 23 મે 2017એ જ્યારે તેઓ બેંગાલુરૂમાં Sci/Eng SF ગ્રેડથી SG ગ્રેડ માટે ઇન્ટરવ્યૂમાં ગયા હતા. ત્યારે તેમને ઢોસા સાથે ચટણીમાં ભેળવીને જીવલેણ આર્સેનિક ટ્રાઇઑક્સાઇડ નામનું ઝેર આપવામાં આવ્યું હતું. ઢોસા તેમણે લંચના થોડા સમય બાદ નાસ્તામાં ખાધા હતા. ત્યારબાદ તે છેલ્લા 2 વર્ષ સતત ખરાબ હાલતમાં છે. ઇન્ટરવ્યૂ બાદ તેઓ મોટી મુશ્કેલીથી બેંગલુરૂથી અમદાવાદ પરત આવ્યા હતા.

તપન મિશ્રાએ ફેસબુક પોસ્ટમાં દાવો કર્યો છે કે, અમદાવાદ પરત ફર્યા બાદ તેમને એનલ બ્લીડિંગ થઇ રહ્યું હતું. જેના કારણે તેમના શરીરથી 30થી 40 ટકા બ્લડ ઘટી ગયું હતું. તેમણે લખ્યું છે કે, સારવાર માટે તેમને અમદાવાદની ઝાયડસ કેડિલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ચામડી નકળી રહી હતી. હાથ અને પગની આંગળીઓને નખ નીકળી રહ્યા હતા. ન્યૂરોલૉકિકલ સમસ્યાઓ જેવી હાઈપોક્સિયા, હાડકામાં દુખાવો, સેન્સેશન, એક વખત સામાન્ય હાર્ટ એટેક, આર્સેનિક ડિપોઝિશન અને શરીરની બહારના અને અંદરના અંગો પર ફંગલ ઇન્ફેક્શન થઇ રહ્યું હતું. બે વર્ષ દરમિયાન અમદાવાદ ઝાયડસ, મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલ તેમજ દિલ્હી એઇમ્સમાં પોતાની સારવાર કરાવી. દેશના પ્રસિદ્ધ ફોરેન્સિક સ્પેશ્યાલિસ્ટ ડૉ. સુધીર ગુપ્તાએ જણાવ્યું કે, તેમણે પોતાની કારકિર્દીમાં પહેલાં આવા વ્યક્તિ જોયા છે જેઓને જીવલેણ ઝેર અપાયા બાદ પણ  જીવિત છે. આ ઝેર મૉલીક્યૂલર ગ્રેડ As203 સ્તરનું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments