Team Chabuk-Gujarat Desk: લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર પગપાળા જઈ રહેલા જૈન સાધ્વીજીને અકસ્માત નડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ પાસે જૈન સાધ્વીજીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી છે. મળતી માહિતી પ્રમાણે અજાણ્યા વાહનચાલકે બે સાધ્વીજી સહિત ત્રણને અડફેટે લીધાં હતા જેમાંથી બે સાધ્વીજીને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ખસેડાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર જૈન સાધ્વીજીનો સંઘ પગપાળા જઈ રહ્યો હતો. તે દરમિયાન વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક એક અજાણ્યા વાહનચાલકે પગપાળા વિહાર કરી રહેલા બે જૈન સાધ્વીજી સહિત ત્રણને અડફેટે લીધા હતા. જેમાં બે સાધ્વીજીને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માતનો જાણ થતાં લોકો દોડી આવ્યા હતા અને બે સાધ્વીજી સહિત ત્રણેયને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં ઈજાગ્રસ્તોની સારવાર શરૂ કરવામાં આવી છે.
અજાણ્યો વાહનચાલક જૈન સાધ્વીજીને અડફેટે લઈ અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો છે. જૈન સાધ્વીજીને અડફેટે લઈને વાહનચાલક નાસી જતાં જૈન સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
