Team Chabuk-Gujarat Desk: જામનગરમાં લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે. અત્યાર સુધીમાં જામનગરમાં કુલ 20 પશુઓના લમ્પી વાયરસના કારણે મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 331 કેસ નોંધાઈ ચુક્યા છે. માત્ર જામનગર જ નહીં લમ્પી વાયરસ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, રાજકોટ, કચ્છ અને પોરબંદરમાં પણ પહોંચી ગયો છે. જો વહેલીતકે આ વાયરસને અટકાવવામાં નહીં આવે તો તે અન્ય જિલ્લાઓના પશુઓ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે.
મે માસના બે સપ્તાહમાં શહેરમાં કુલ 90થી વધુ પશુના મોત થયા હતા. આ અંગે મોડેમોડે પણ જામનગર મહાનગર પાલિકાએ સ્વીકાર્યું છે કે, 90માંથી 18 ગાયના મોત લમ્પી વાયરસના કારણે થયા છે. ત્યારબાદ અન્ય બે પશુઓના પણ લમ્પી વાયરસના કારણે જીવ ગયા છે. બીજી તરફ પાલિકાનો દાવો છે કે અન્ય 70 જેટલા પશુઓના મોત કુદરતી કે પ્લાસ્ટીક ખાવાથી કે અન્ય કોઈ રોગના કારણે થયા હોઈ શકે છે.
મહત્વનું છે કે, જામનગર શહેરમાં 232 સહિત જિલ્લામાં કુલ 331 પશુઓમાં લમ્પી વાયરસની પુષ્ટિ થઈ છે. જામનગર શહેરના રામેશ્વરનગર, ગાંધીનગર વિસ્તાર, વાલ્કેશ્વરી, નવાગામ સહિતના આસપાસના વિસ્તારોમાં લમ્પીના કેસ વધુ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વિભાપર, નવા નાગના, જૂના નાગના, ધ્રોલ, લતીપર તેમડ કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળિડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લમ્પી વાયરસ ફેલાયો છે. લમ્પી વાયરસને અટકાવવા માટે રસીકરણ પર વધુ ભાર અપાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 5669 પશુઓને વેક્સિન અપાઈ છે.
શું છે લમ્પીના લક્ષણો ?
પશુના શરીર પર મોટા ફોડલા થવા લાગે છે. ઉપરાંત પશુને તાવ આવે છે તેમજ તેમના પગમાં સોજા જોવા મળે છે. લમ્પી વાયરસના કારણે પશુઓ ખોરાક લઈ શકતા નથી.. લમ્પીથી સંક્રમિત પશુના નાકમાંથી પ્રવાહી કે લોહી નીકળે છે. પશુ લાંબા સમય સુધી સ્થિર ઉભું રહેલું જોવા મળે છે. જો ચારથી પાંચ દિવસ સુધીમાં પશુને યોગ્ય સારવાર ન મળે તો પશુનું મોત થાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
