Homeસિનેમાવાદખુદા જાને યે ક્યું હુઆઃ અનેક સુપરહિટ ગીતોમાં અવાજ આપનાર ગાયક કેકેનું...

ખુદા જાને યે ક્યું હુઆઃ અનેક સુપરહિટ ગીતોમાં અવાજ આપનાર ગાયક કેકેનું નિધન, અંતિમ લાઈવ કોન્સર્ટનો વીડિયો વાઇરલ

Team Chabuk-Entertainment Desk: બોલિવુડના જાણિતા ગાયક કેકે (કૃષ્ણકુમાર કુન્નથ)નું મંગળવારે રાત્રે અચાનક મોત થઈ ગયું. કોલકાતામાં લાઈવ કોન્સર્ટ દરમિયાન અચાનક જ કેકેની તબિયત લથડી અને તેઓ પડી ગયા. તુંરંત જ તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પરંતુ ત્યાં તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા. ડોક્ટરો માની રહ્યા છે કે કેકેનું નિધન કાર્ડિયાક અરેસ્ટ આવવાથી થયું છે. જો કે હજુ સુધી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. તેથી મોતનું સાચું કારણ જાણી શકાયું નથી. જ્યારે બીજી તરફ પોલીસે આ મામલે અસામાન્ય મોતનો કેસ નોંધ્યો છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેકે ના મોઢા અને માથા ઉપર ઈજાના નિશાન હતા. જેથી હોટલ સ્ટાફ અને કોન્સર્ટના આયોજકોની પણ પોલીસ પુછપરછ કરી શકે છે.

કોલકાતાના ઉલ્ટાડાંગામાં ગુરુદાસ મહાવિદ્યાલયના નજરુલ મંચ પર કોન્સર્ટ દરમિયાન કેકેની તબિયત લથડી હતી અને તુરંત જ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલાં જ તેઓનું નિધન થઈ ગયું હતું. લાઈવ કોન્સર્ટનો એક વીડિયો પણ હાલ વાઇરલ થયો છે.

કોલકાતામાં યોજાયેલી આ લાઈવ કોન્સર્ટનો ફોટો પણ કેકેએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ કેકેનું અંતિમ પર્ફોરમન્સ અને પોસ્ટ હતી તેવું કોઈએ પણ નહીં વિચાર્યું હોય. કેકેનો મધુર અવાજ હવે નહીં સાંભળવા મળે તેવું કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય.

ગાયક કેકેના ગીતો લોકોને ખૂબ જ પસંદ આવતા હતા. તેમણે માચિસ ફિલ્મના ગીત ‘છોડ આયે હમ વો ગલીયા’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. પરંતુ ‘હમ દીલ દે ચૂકે સનમ’ ફિલ્મના ‘તડપ તડપ’ ગીતથી કેકેને સાચી ઓળખ મળી. આ ગીતે તેમને દેશ વિદેશમાં જબરદસ્ત ખ્યાતિ અપાવી. કેકેનો જન્મ 23 ઓગસ્ટ 1968ના રોજ દિલ્હીમાં થયો હતો અને તેમણે હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, કન્નડ, મલિયાલમ, મરાઠી, બંગાળી અને ગુજરાતી ફિલ્મોમાં પણ ગીત ગાયા હતા. કેકેની વિદાયથી તેમના ચાહકો ઊંડા આઘાતમાં સરી પડ્યા છે. 

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments