Team Chabuk-Sports Desk: ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે મુંબઈમાં રમાય રહેલી બીજી ટેસ્ટમાં અજીબોગરીબ સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ. રવિચંદ્રન અશ્વિને બોલ્ડ હોવા છતાં ડીઆરએસનો ઉપયોગ કર્યો. અશ્વિને કંઈ મૂર્ખતાનું પ્રદર્શન નથી કર્યું, પરંતુ તે બિચારાને ખ્યાલ જ નહોતો, કારણ કે પાછળ વિકેટ કિપર ટોમ બ્લંડેલ કેચ આઉટની અપીલ કરી રહ્યો હતો. અમ્પાયરને પણ આ નિર્ણય ત્રીજા અમ્પાયર પર છોડવો પડ્યો હતો. રિવ્યૂમાં તો સ્પષ્ટ દેખાયું કે અશ્વિનની ચકલીઓ પહેલા જ ઉડી ચૂકી છે.
ભારતની પ્રથમ ઈનિંગની 72મી ઓવરમાં અજાઝ પટેલ બોલિંગ કરી રહ્યો હતો. આ ઓવરની પાંચમી બોલમાં અશ્વિન ક્લિનબોલ્ડ થઈ ગયો. પણ અશ્વિન વિકેટ કિપરના કારણે ગેરસમજણમાં મૂકાયો. તેને લાગ્યું કે વિકેટકિપર ટોમ બ્લંડલ અને બોલર એજાઝ પટેલ કેચની અપીલ કરી રહ્યા છે. તેણે પાછળ જોયા વગર જ ડીઆરએસની અપીલ કરી દીધી.
ફિલ્ડ અમ્પાયરે પણ તાત્કાલિક અશ્વિનના રિવ્યૂને સ્વીકારી લીધો. રિવ્યૂમાં જોવા મળ્યું કે બોલ વિકેટને અડકી વિકેટકિપરના હાથમાં આવી ગઈ છે. અશ્વિનને નિયમ અનુસાર પવેલિયન પરત ફરવું પડ્યું. અશ્વિન એ સમયે શૂન્ય પર હતો અને પ્રથમ બોલમાં જ તેને પરત ફરવું પડ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.
Who reviews a clean bowled.
— Mirchi RJ Vijdan (@rj_vijdan) December 4, 2021
Ravi Ashwin 😂 pic.twitter.com/KbxJBVOyIk
ભારતે બીજા દિવસની રમત પૂર્ણ થતાં બીજી ઈનિંગમાં 69 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારા ક્રિઝ પર છે. ભારતની પહેલી ઇનિંગ 325 રન પર સમાપ્ત થઈ હતી. ન્યૂઝીલેન્ડ 62 રન પર જ ઓલ આઉટ થઈ ગયું. ભારતને 263 રનની લીડ મળી. ન્યૂઝીલેન્ડનો આ ભારતની વિરૂદ્ધ સૌથી ઓછો સ્કોર છે. ભારતને હાલ 332 રનની લીડ મળી ચૂકી છે. જે ન્યૂઝીલેન્ડ ઉપર તોળાતું પરાજયનું સંકટ જ માનવું રહ્યું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
