Team Chabuk-Gujarat Desk: જામનગર મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને કર્મચારીઓએ અનોખી રીતે યાદગાર વિદાય આપી હતી. જામનગર મનપાના આસિસ્ટન્ટ કમિશનરની અમરેલી ખાતે બદલી થતાં આજે તેઓને વિશેષ રીતે વિદાય આપવામાં આવી હતી. આસિસ્ટન્ટ કમિશનરની કારને દોરડા વડે બાંધીને મહાનગરપાલિકાના વિવિધ શાખાના કર્મચારીઓએ ખેંચી હતી અને મહાનગરપાલિકાના પરિસરમાંથી કાર ખેંચીને બહાર લઈ જઈ વિશેષ રીતે વિદાય આપી હતી.
જામનગર મહાનગરપાલિકા કચેરીમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવતા ડો. ભાર્ગવ ડાંગરની હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા અમરેલી ખાતે બદલી કરવામાં આવી છે. ડો. ભાર્ગવ ડાંગર આજે જામનગર મનપામાં પોતાનો ચાર્જ છોડીને વિદાય લઈ રહ્યા હતા ત્યારે મનપાની કચેરીના અન્ય અધિકારી-કર્મચારીઓ દ્વારા તેઓની ઉપર ફૂલ વર્ષા કરીને બાદમાં તેમની કાર દોરડા વડે બાંધીને બહાર સુધી લઈ જઈ અનોખી વિદાય અપાઈ હતી.

આસિસ્ટન્ટ કમિશનરની કારને ફૂલથી શણગારવામાં આવી હતી, ઉપરાંત કારની આગળ દોરડું બાંધવામાં આવ્યું હતું, અને તેઓ કારમાં બેઠા પછી તેમની કારને દોરડાથી ખેંચીને મહાનગરપાલિકાના પટાંગણમાંથી બહાર લઈ જવામાં આવી હતી. આ પ્રકારે વિશેષ વિદાયમાન મળતાં આસિસ્ટન્ટ કમિશનર ડો. ભાર્ગવ ડાંગર પણ ખુશ થયા હતા અને સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
