Homeગુર્જર નગરીજામનગરઃ રંગમતી ડેમના દરવાજા ખોલાતા ખોડિયાર માતાનું મંદિર જળમગ્ન, વાવાઝોડાના પગલે તંત્ર...

જામનગરઃ રંગમતી ડેમના દરવાજા ખોલાતા ખોડિયાર માતાનું મંદિર જળમગ્ન, વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ

Team Chabuk-Gujarat Desk: શાહીન વાવાઝોડું અરબી સમુદ્રમાં છે. ગુજરાતના દરિયા કાંઠાની નજીક શાહીન વાવાઝોડું પહોંચ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના દરિયા કાંઠે વાવાઝોડની અસર થવાની સંભાવના છે. વાવાઝોડની અસરના કારણે એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, દિવ, જામનગર અને રાજકોટમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. સંભવિત વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ પર છે. ત્યારે જામનગરમાં ભારે વરસાદ વચ્ચે ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યાં છે. 

ખોડિયાર માતાનું મંદિર ચોથી વખત જળમગ્ન

જામનગર નજીક દરેડ ગામે રંગમતી નદીમાં ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. રંગમતી ડેમના 3 દરવાજા ખોલવામાં આવતા રંગમતી નદીમાં પાણીના ધસમસતો પ્રવાહ આગળ વધી રહ્યા છે. જેથી રંગમતી ડેમ નીચેના વિસ્તારોને એલર્ટ કરાયા છે. જોકે, અનેક વિસ્તારો ડૂબાણમાં જતા લોકો પર સંકટ આવી ચઢ્યુ છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જામનગરની ભાગોળે આવેલા દરેડ ખોડિયાર મંદિરની ફરતે સતત જળ સપાટી વધી રહી છે અને પાણીના પ્રવાહ વચ્ચે માતાજીનું મંદિર આવતા ભક્તો અને માતાજી વચ્ચે અંતર વધ્યું છે. ખોડીયાર માતાજીના મંદિરે જવાના રસ્તે પુલ પરથી પણ ધસમસતા પાણીના પ્રવાહને કારણે સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

rps-baby-world-1

જામનગર શહેરની શાન સમાન લાખોટા તળાવમાં પાણીની ભારે આવક થઈ છે. લખોટા તળાવમાં પાણીની ભારે આવક થતા તળાવ છલકાવાની તૈયારીમાં આવી ગયુ છે. ઉપરવાસના વરસાદના પગલે લાખોટા તળાવમાં પાણીની ભારે આવક ચાલુ જ છે. જામનગર શહેરમાં પણ છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તાલુકામાં પડેલા વરસાદની વાત કરીએ તો, કાલાવડ તાલુકામાં 108 મિમી, જામજોધપુર તાલુકામાં 60 મિમી, જામનગર તાલુકામાં 121 મિમી, જોડિયા તાલુકામાં 38 મિમી, ધ્રોલ તાલુકામાં 41 મિમી, લાલપુરમાં 114 મિમી વરસાદ પડયાનું નોંધાયું છે. જ્યારે જામનગર જિલ્લાના મોટાભાગના જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો, તમામ જળાશયો ભરાઇ ચૂક્યા છે અને જળ લેવલ મેઈન્ટેન કરવા માટે અનેક જળાશયોના દરવાજા ખોલી પાણી પણ છોડાઈ રહ્યું છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments