Homeગામનાં ચોરેમનીષ ગુપ્તા હત્યાકાંડ: પત્નીએ કહ્યું, ‘પોલીસે નિર્દોષ પતિને મારી નાખ્યો અને હવે...

મનીષ ગુપ્તા હત્યાકાંડ: પત્નીએ કહ્યું, ‘પોલીસે નિર્દોષ પતિને મારી નાખ્યો અને હવે લેવડ દેવડ કરવા આવ્યા.’

Team Chabuk-National Desk: ગોરખપુરના હોટલ કૃષ્ણા પેલેસમાં સોમવારે રાતે ઘેરાવ બાદ પોલીસકર્મીઓએ બર્રાના રહેવાસી 36 વર્ષીય મનીષ ગુપ્તાને ઢોર માર મારી મારી નાખ્યો હતો. બુધવારના રોજ મૃતદેહ ઘરે પહોંચ્યા બાદ પોલીસ કમિશ્નર અસીમ અરુણ અને એડીએમ સિટી અતુલ કુમાર આર્થિક સહાયતાની રીતે દસ લાખ રૂપિયા આપવા માટે પહોંચ્યા તો તેની પત્ની મીનાક્ષીનો આક્રોશ ફાટી નીકળ્યો હતો.

rps-baby-world-1

મીનાક્ષીએ ચેક લેવાનો નનૈયો ભણી ઓફિસરોને કહ્યું હતું કે, તેના નિર્દોષ પતિની પોલીસે ઢોર માર મારી મારીને હત્યા કરી દીધી. દોષિત પોલીસકર્મીઓ પર કાર્યવાહીની જગ્યાએ હત્યાનો લેવડ દેવડ કરવા આવ્યા છે. પહેલા દોષિતોને સજા આપવામાં આવે. તેમની માગણીઓ પૂર્ણ કરવામાં આવે. મીનાક્ષીનું દર્દ જોઈને પાડોશીઓનો ગુસ્સો પણ ભભૂકી ઉઠ્યો હતો. તેઓ પોલીસ પ્રશાસનની વિરૂદ્ધ નારેબાજી કરવા લાગ્યા હતા. વાતાવરણમાં વિરોધનો સૂર ઉઠતા પોલીસ કમિશ્નર અને એડીએમએ ચાલતી પકડી હતી.

rps-baby-world-1

મીનાક્ષીએ કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, હત્યાકાંડમાં ઈન્સ્પેક્ટર સહિત છ પોલીસકર્મીઓ પર કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. જેમાંથી ત્રણ અજ્ઞાત છે. મીનાક્ષીએ આરોપ લગાવ્યો છે કે, પોલીસકર્મીઓને બચાવવા માટે તેમનું નામ એફઆઈઆરમાં નથી લખવામાં આવ્યું. જ્યારે તમામ પોલીસકર્મીઓ સીસીટીવીમાં કેદ છે, તો તેમને આરોપી શા માટે બનાવવામાં નથી આવી રહ્યા. શું ઈન્સ્પેક્ટરને નહોતી ખબર કે તેમની સાથે કયા કયા પોલીસકર્મીઓ હતા? પોલીસ દોષિતોને બચાવવા માટે રમત રમી રહી છે.

rps-baby-world-1

મૃતકના પરિવારજનોએ કહ્યું કે, બિકરુ કાંડમાં જે પોલીસકર્મી શહીદ થયા હતા, તેમના પરિવારજનોને એક એક કરોડની મદદ આપવામાં આવી હતી. અહીં જ્યારે પોલીસે જ નિર્દોષ વ્યક્તિને મારી નાખ્યો છે તો દસ લાખ રૂપિયાની સહાયતા આપી રહ્યા છે. આ ક્યાંનો ન્યાય. પરિવારજનોએ સ્પષ્ટ માગ કરી છે કે પચાસ લાખ રૂપિયા વળતર પેટે આપવામાં આવે અને પત્નીને સરકારી નોકરી આપવામાં આવે.

rps-baby-world-1

ડીસીપી અને અન્ય ઓફિસરોએ જ્યારે મનીષની પત્ની અને તેના પરિવારજનોને સમજાવ્યા તો તેઓ એક વખત મૃતદેહ ઉઠાવવા માટે તૈયાર થઈ ગયા. એ સમયે અન્ય સંબંધીઓ અને નેતાઓએ વિરોધ કર્યો હતો. વાતાવરણ થોડું ગરમ થઈ ગયું હતું. જે પછી પત્નીને નિર્ણય બદલવો પડ્યો હતો. મીનાક્ષીએ કહ્યું હતું કે તે માગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં કરવા દે.

હત્યાકાંડમાં ઉઠી રહેલા કેટલાક સવાલો

  • ત્રણ મિત્રો અંગે પોલીસને એવી કઈ સૂચના પ્રાપ્ત થઈ હતી કે અડધી રાત્રે ચેકિંગ માટે પહોંચી.
  • સીધા જ ત્રીજા માળના એ રૂમમાં જ પોલીસ શા માટે ગઈ હતી?  
  • જો મનીષ ઘાયલ થયો તો જિલ્લા હોસ્પિટલની ઈમરજન્સીમાં સારવાર માટે કેમ ન લઈ ગયા? ખાનગી હોસ્પિટલમાં જ શા માટે?
  • ખાનગી હોસ્પિટલમાં ગંભીર સ્થિતિ હતી તો પછી મિત્રોને એમ્બ્યુલન્સમાં સાથે કેમ ન મોકલ્યા?
  • પોલીસનું કહેવું છે કે પડી જવાથી મૃત્યુ થયું છે તો પછી શરીરમાં આટલા બધા ઈજાના નિશાન કેવી રીતે?
  • મનીષના મૃત્યુની જાણકારી પોલીસે પરિવારજનોને શા માટે ન આપી? આ જાણકારી મિત્રોએ પરિવારજનોને આપી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments