Homeદે ઘુમા કેનિવૃત્તિઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમને મેડલ અપાવનાર આ ખેલાડી હવે મેદાન...

નિવૃત્તિઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય હોકી ટીમને મેડલ અપાવનાર આ ખેલાડી હવે મેદાન પર નહીં દેખાય

Team Chabuk-Sports Desk: ભારતીય પુરુષ હોકી ટીમના સ્ટાર ખેલાડી અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય ટીમના સભ્ય એવા રુપિંદર પાલ સિંહે એક મોટો નિર્ણય લીધો છે. રુપિંદર પાલ સિંહે (rupinder pal singh) આજે ગુરુવારે અચાનક આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. રુપિંદર પાલ સિંહે પોતાની નિવૃત્તિની જાહેરાત ટ્વિટર પર એક પોસ્ટ લખીને કરી છે.

30 વર્ષના રુપિંદર પાલ સિંહે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક ભાવુક પોસ્ટ મૂકી છે અને પોતાની નિવૃત્તિની જાહેરાત કરીછે. રુપિંદર પાલ સિંહે પોસ્ટમાં લખ્યું કે, છેલ્લા કેટલાક મહિલા મારા જીવનના ખૂબ જ સારા દિવસો હતા. ટોક્યોમાં મારા સાથી ખેલાડીઓની સાથે પોડિયમ પર ઉભું રહેવું મારી જિદંગીની સૌથી સુંદર ઘડી હતી અને હું તેને કોઈ દિવસ નહીં ભૂલી શકું. આગળ રુપિંદર પાલ સિંહે લખ્યું કે, મારુ માનવું છે કે આ સમય યુવા અને પ્રતાભાશાળી ખેલાડીઓને મોકો આપવાનો છે. તેથી તેઓ પણ એ વસ્તુનો અનુભવ કરી શકે જે હું છેલ્લા 13 વર્ષથી ભારતનું પ્રતિનિધિત્વ કરીને અનુભવી રહ્યો છું.

મહત્વનું છે કે, રુપિંદર પાલ સિંહનું નામ ભારતીય હોકી ટીમના સફળ ડ્રેગ ફ્લિકરોમાં લેવામાં આવે છે. રુપિંદરે 2010ના વર્ષમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. ભારત તરફથી આંતરરાષ્ટ્રીય મેચ રમવાની શરૂઆત 2010માં કરી હતી. તેણે પોતાની કારકિર્દી દરમિયાન ભારત તરફથી 223 મેચ રમ્યા છે અને જેમાં તેણે 119 ગોલ ફટકાર્યા છે. મહત્વનું છે કે, ટોક્યો ઓલિમ્પિક વિજેતા ભારતીય ટીમના સભ્ય રહી ચુકેલા રુપિંદર પાલ સિંહને હરિયાણા સરકારે ભારત પરત ફર્યા બાદ પાંચ લાખ રૂપિયાનું ઈનામ આપ્યું હતું.

રુપિંદર પાલ સિંહે ભારત તરફથી રમીને ઘણી મેચમાં ભારતીય હોકી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. રુપિંદર પાલ સિંહ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમના સભ્ય હતા. આ ઉપરાંત રુપિંદર પાલ સિંહ 2016ના ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમના સભ્ય હતા. એશિયન ગેમ્સ 2014માં ગોલ્ડ મેડલ વિજેતા અને એશિયન ગેમ્સ 2018માં બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમમાં પણ તેઓ સામેલ હતા. આ ઉપરાંત એશિયા કપ, કોમનવેલ્થ ગેમ્સ, હોકી વર્લ્ડ લિગ અને એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફી સહિતની ઈવેન્ટમાં ભારતીય ટીમના સભ્ય રુપિંદર પાલ સિંહ રહી ચૂક્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments