Team Chabuk-Gujarat Desk: ગુજરાતના શાંત શહેર ગણાતા જામનગરમાં દુષ્કર્મની ઘટના બનવા પામી છે. યુવકે અહીં 16 વર્ષની કિશોરીને પોતાની દુકાને કામમાં રાખી હતી અને પછી એકલતાનો લાભ ઉઠાવી તેને હવસની શિકાર બનાવી હતી. યુવતીએ કરેલી પોલીસ ફરિયાદ અનુસાર હવસના પુજારીએ ત્રણ મહિનામાં અનેક વખત કિશોરીને પીંખી નાખી હતી.
આ સમગ્ર ઘટના બની છે શહેરના પોશ ગણાતા વિસ્તારમાં. સગીરાના પરિવારજનોએ આ પરણિત યુવકની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને એ પણ જણાવ્યું છે કે, આરોપી તેની સાથે શરીરસુખ માણ્યા બાદ કોઈને કહે તો જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારતો હતો. પોલીસે પણ કામ અપાવવાના બહાને દુષ્કર્મ આચરનારા આ શખ્સની ધરપકડ કરવા માટે જહેમત ઉઠાવી રહી છે.
દુષ્કર્મ આચર્યાની આ ફરિયાદ સિટી.સી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે જામનગર શહેરમાં વસવાટ કરતા એક પરિવારની 16 વર્ષની કિશોરી આ શોખીન વ્યક્તિની ઓફિસમાં એટેન્ડેટ તરીકેની કામગીરી કરતી હતી. કિશોરીને ત્યાં સુધી આવું કંઈ થશે તેની જાણ ભનક સુદ્ધાં નહોતી. પરણિત જહાંગીર 16 વર્ષની આ કિશોરીની સાથે મિત્રતા કેળવી હતી, તેની માસૂમિયતનો ફાયદો ઉઠાવ્યો હતો અને બાદમાં ત્રણ મહિના સુધી તેના શરીર સાથે રમ્યો હતો. આ નરાધમે તારીખ 2 એપ્રિલ 2021થી 30 જૂન 2021 સુધી કિશોરી પર અનેકાધિક વખત દુષ્કર્મ આચર્યું હતું.
બાદમાં પરિવારજનોને આ વાતની જાણ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ આ સમગ્ર ઘટનામાં આરોપી એવા પરણિત ઢગા જહાંગીરને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ કરી રહેલા પી.આઈ ગાંધે સાહેબે આરોપીના સંદર્ભમાં જણાવ્યું હતું કે, આરોપી અને તેનો પરિવાર માથાભારે છે. જેણે શંકર ટેકરી વિસ્તારમાં હત્યાનો પ્રયાસ પણ કર્યો હતો.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત