Homeગુર્જર નગરીઅમદાવાદ: નિમેષભાઈ જન્મ-મરણની ઓફિસે ગયા ત્યારે ખબર પડી કે તેઓ તો મરી...

અમદાવાદ: નિમેષભાઈ જન્મ-મરણની ઓફિસે ગયા ત્યારે ખબર પડી કે તેઓ તો મરી ચૂક્યા છે!

Team Chabuk-Gujarat Desk: કેટલાક ઘરોમાં કોઈ ફિલ્મી પટકથાને પણ આટી મારી દે તેવા ષડયંત્રો ચાલતા હોય છે. આ વાતની સાબિતી આ ઘટના આપે છે. જ્યાં પતિ પાસે કોઈ પ્રકારનું કામ ન રહેતા મહિલાએ પ્રથમ કોઈ અજાણ્યા શખ્સની મદદ લીધી અને બાદમાં પતિને મધ્યપ્રદેશમાં મોકલી દઈ તેના નામનું ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવડાવી વીમા કંપની પાસેથી આઠ લાખ રૂપિયા લઈ લીધા હતા. જેથી તેનો પતિ ન ઘરનો રહ્યો ન ઘાટનો. તેની સ્થિતિ રસ્તે રઝળતી થઈ ગઈ હતી. પતિને જ્યારે આ વાતની ખબર પડી કે તે તો મરી ચૂક્યો છે ત્યારે તેણે પત્ની અને અજાણ્યા શખ્સની વિરુદ્ધ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધવી.

પરપ્રાંતિય અને મધ્યપ્રદેશનાં વતની એવા નિમેષભાઈ મરાઠી નરોડામાં વસવાટ કરે છે. તેમની વય 48 વર્ષની છે. તેમની પત્ની નંદા ઘરકામ કરે છે. પરિવારમાં બે દીકરીઓ છે. બંને દીકરીઓનાં લગ્ન થઈ ગયા બાદ ભાડેના મકાનમાં રહેતા હતા.

નિમેષભાઈએ 15 વર્ષ પહેલા વિમા કવચ લીધેલી જેનું પ્રિમિયમ તેઓ નિયમિત ભરતાં હતાં. નિમેષભાઈ થોડા સમયથી કામધંધા વિનાના થયા હતા જેની જાણ તેમણે પત્ની નંદાને કરી હતી. નંદાએ તેમને વતન મધ્યપ્રદેશ જતાં રહેવાનું કહ્યું હતું. જીવનસંગીનીની વાત સાચી લાગતા નિમેષભાઈ મધ્યપ્રદેશ ગયા હતા પણ તેમને એ વાતની ખબર નહોતી કે તેમની પીઠ પાછળ મોટું કારસ્તાન રમાવાનું છે.

પત્નીએ પોતાની સેફ સાઈડ રાખતાં જણાવ્યું હતું કે, એ પોતાની દીકરીઓને ત્યાં રહેશે. જરૂરી પૈસા પહોંચાડતી રહેશે. ત્રણ મહિનાનો સમય પસાર થઈ ગયો. નિમેષભાઈ વતન મધ્યપ્રદેશથી પરત ગુજરાતમાં નરોડા ખાતેના પોતાના ઘરે આવ્યા તો તેમના પગ તળેથી જમીન ખસી ગઈ, કારણ કે તેમની પત્ની જ તેમને ઘરમાં રાખવાની ના પાડી રહી હતી. તેણે ઝઘડો કરી પતિને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આ વિપરિત પરિસ્થિતિને પણ નિમેષભાઈએ સ્વીકારી હતી અને તેઓ ફૂટપાથ પર ઉંઘી જતા હતા.

ફૂટપાથ પર ઉંઘતા નિમેષભાઈને તો ખબર પણ નહોતી કે તેઓ મરી ચૂક્યા છે! તેમને થોડા સમય બાદ પત્નીની કરતૂતની જાણ થઈ હતી. જેણે તેનું કોઈની મદદ વડે ખોટું ડેથ સર્ટિફિકેટ બનાવી વીમા કંપની પાસેથી રૂપિયા લઈ લીધા હતા. આ રકમ નાની મોટી નહીં પણ આઠ લાખની હતી.

નિમેષભાઈ જન્મ-મરણ વિભાગમાં ગયા હતા અને તપાસ કરતા ખબર પડી હતી કે તેઓ તો માર્ચ 2019માં જ આ પૃથ્વી છોડી ચૂક્યા છે. નિમેષભાઈને આ ઘટનામાં શંકા તેમની પત્ની પર ગઈ હતી. નિમેષભાઈ ફરી ઘરે ગયા હતા પણ પત્ની નંદાએ કોઈ જવાબ નહોતો આપ્યો. આખરે કંટાળેલા પતિએ પત્ની અને તેની મદદ કરનારા અજાણ્યા શખ્સની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવી છે અને ન્યાયની માંગણી કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments