Homeગુર્જર નગરીરાજ્યમાં હવે 8 શહેરોમાં જ રાત્રિ કર્ફ્યૂ, જાણો અન્ય કઈ છૂટછાટ આપવામાં...

રાજ્યમાં હવે 8 શહેરોમાં જ રાત્રિ કર્ફ્યૂ, જાણો અન્ય કઈ છૂટછાટ આપવામાં આવી

Team Chabuk-Gujarat Desk: વિજય રૂપાણી સરકારે આજ રોજ રાત્રિ કર્ફ્યૂ અને લાગુ કરેલા નિયંત્રણોમાં વધુ છૂટછાટ આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઈ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતિની પુન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

રાજ્યમાં હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર એમ આઠ મહાનગરોમાં જ રાત્રિ કર્ફયૂનો અમલ કરવામાં આવશે. આ રાત્રિ કરફયુ તા.10મી જુલાઇ-2021ના રાત્રે 10 કલાકથી તા. 20 જુલાઇ-2021ના સવારે 6 કલાક સુધીના સમય દરમિયાન દરરોજ રાત્રે 10થી સવારે 6 સુધી આ આઠ મહાનગરોમાં રહેશે.

રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે તે શહેરોમાં તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્ષ, માર્કેટિંગ યાર્ડ, અઠવાડિક ગુજરી/બજાર/હાટ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ રાત્રિના 9 કલાક સુધી ખુલ્લા રાખી શકાશે. રેસ્ટોરેન્ટ્સ રાત્રિના 9 કલાક સુધી બેસવાની ક્ષમતાના મહત્તમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓએ 31 જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા રેસ્ટોરેન્ટસ ચાલુ રાખી શકાશે નહી, તેમ પણ નિર્ણય કરવામાં આવ્યો છે. રેસ્ટોરેન્ટ્સ Home deliveryની સુવિધા રાત્રિના 12 કલાક સુધી ચાલુ રાખી શકશે.

જીમ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રિના 9 કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ખુલ્લા રાખી શકાશે. આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 150 (એકસો પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે.

અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ 40 વ્યક્તિઓની મંજૂરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન, ખુલ્લામાં મહત્તમ 200 વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના 50% (મહત્તમ 200 વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઈ શકશે.

ધો.9 થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ 50% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે ચાલુ રાખી શકાશે.

શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.

લાયબ્રેરીઓ 60% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત S.O.P.ને આધિન ચાલુ રાખી શકાશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ 75% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. પબ્લિક બસ ટ્રાન્‍સપોર્ટને કર્ફ્યૂમાંથી મુક્તિ આપવામાં આવે છે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડિયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ 60% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments