Homeગુર્જર નગરીજામનગરની 7 મહિનાની બાળકીને SMA-1 નામની ગંભીર બીમારી, 16 કરોડના ઈન્જેક્શન માટે...

જામનગરની 7 મહિનાની બાળકીને SMA-1 નામની ગંભીર બીમારી, 16 કરોડના ઈન્જેક્શન માટે પરિવારે કરી મદદની અપીલ

Team Chabuk-Gujarat Desk: બાળકોમાં જોવા મળતી ગંભીર બીમારી SMA-1થી રાજ્યમાં પીડિત વધુ એક બાળકનો કેસ સામે આવ્યો છે. જામનગરની 7 મહિનાની બાળકીમાં SMA-1 નામની ગંભીર બીમારી જોવા મળી છે. જામનગરમાં રહેતી 7 મહિનાની બાળકી હેતાંશી ભટ્ટીને SMA-1 નામની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું છે. આ ગંભીર બીમારીના ઈલાજ માટે 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની જરૂરિયાત હોવાથી પરિવારજનોએ લોકો પાસેથી આર્થિક મદદ માટે અપીલ કરી છે.

જામનગરના ભટ્ટી પરિવારની 7 મહિનાની એકમાત્ર દીકરી હેતાંશી સ્પાઈનલ મસ્ક્યુલર એન્ટ્રોફી પ્રકાર -1 (SMA-1) નામની ગંભીર બીમારી સામે લડી રહી છે. તેની સારવાર માટે હાલ ગુરુ ગોવિંદ સિંહ સરકારી હોસ્પિટલમાં તબીબો ખડે પગે સારવાર આપી રહ્યા છે. અત્યંત ગંભીર પ્રકારની આ બીમારીમાં સામાન્ય પરિવારને આવી પડેલ આફતમાં 16 કરોડ રૂપિયાના ઝોલ્જેન્સમાં ઇન્જેક્શનની સારવાર માટે તાતી જરૂર છે. તેવું તબીબો જણાવી રહ્યા છે.

જામનગરમાં રહેતા સુમિતભાઈ નારણભાઈ ભટ્ટી અને તેમના પત્ની કિંજલબેન સુમિતભાઈ ભટ્ટીને લગ્નના 5વર્ષના સમયગાળા દરમિયાન હેતાંશી નામની દીકરીનો 2 ઓકટોબર, 2021ના રોજ જન્મ થયો હતો. 7 મહિના પહેલા જન્મેલી હેતાંશીને અઢી મહિનાથી જ તબિયત ખૂબ નાદુરસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

7 મહિનાની હેતાંશીને નવજીવન આપવા માટે લોકો પણ આગળ આવે અને આ બાળકીને બચાવવાના અભિયાનમાં જોડાઈ “હેતાંશીની વ્હારે આવો” અંતર્ગત ઇમ્પેકટગુરુના હેતાંશી માટે ચાલી રહેલા કેમ્પેનમાં યથાશક્તિ યોગદાન આપી નવજીવન આપવા અપીલ કરવામાં આવી છે. 

હેતાંશીના પરિવારને આર્થિક મદદ કરવા માટે આપ નીચેના ખાતા અથવા અન્ય માધ્યમથી રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો.

ખાતાનું નામ: હેતાંશી ભટ્ટી

એકાઉન્ટ નંબર : 700701717365616

IFSC કોડ: YESB0CMSNOC (B પછીનો અંક શૂન્ય છે અને N પછીનો અક્ષર 0 છે)

UPI ટ્રાન્ઝેક્શન માટે: supporthetanshi1@yesbankltd

યસ બેંક UPI દ્વારા દાન અને એકાઉન્ટ ટ્રાન્સફર ઇમ્પેક્ટગુરુ સાથે કરી શકાશે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments