Team Chabuk-Gujarat Desk: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભલસાણા ગામની સીમમાં એક રહસ્યમય મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ પણ ન કહી શકાય કારણ કે આ તો ફક્ત કંકાલ (Skeleton) છે. આશરે 15 દિવસથી વધુ સમય મૃતદેહ એક જ સ્થળ પર પડ્યો રહેવાના કારણે કંકાલના (Skeleton) રૂપમાં ફેરવાય ગયાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાની પોલીસને જાણ થતાં તેમણે મૃતદેહને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભલસાણા ગામની સીમમાં એક માનવ મૃતદેહ કોહવાયેલી સ્થિતિમાં મળી આવ્યો હતો. આ કંકાલ (Skeleton) સૌ પ્રથમ માલધારી લાભાભાઈ આણંદભાઈ સોલંકીની નજરમાં આવ્યો હતો. તેમને આ મૃતદેહની જાણ થતાં તાત્કાલિક કાલાવડ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા મહિલા પીએસઆઈ પોલીસ કાફલાની સાથે ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન મૃતદેહ તદ્દન કોહવાય ગયેલો છે. માત્ર હાડકાં જ દેખાઈ રહ્યા છે. 15 દિવસ જેટલો સમયગાળો પણ વીતી ચૂક્યો છે. મૃતદેહ પર સાડી, ચણીયો અને બ્લાઉઝ હોવાના કારણે એ અનુમાન તો સ્પષ્ટ છે કે આ કોઈ 40-45 વર્ષની વચ્ચેની વય ધરાવતી મહિલાનો મૃતદેહ છે.
હાલ, પોલીસે એ દિશામાં તપાસ આરંભી છે કે 15 દિવસથી કોઈએ ગાયબ હોવાની રિપોર્ટ નોંધાવી છે કે નહીં. જોકે કાલાવડ તાલુકાના નાની ભલસાણા ગામની સીમમાં આ મૃતદેહ મળ્યા બાદ ગ્રામ્યજનોમાં પણ તરેહ તરેહની ચર્ચાઓ થઈ રહી છે.
(તસવીર પ્રતિકાત્મક)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત