Team Chabuk-National Desk: ઉત્તર પ્રદેશના ભદોહીમાં એક યુવક (Man) મહિલાના પોશાકમાં એક ઘરમાં ઘુસી ગયો. યુવકે એ જ રીતે સાડી પહેરી હતી જે રીતે મહિલાઓ પહેરે છે. શંકાને કોઈ સ્થાન નહોતું. માથા ઉપર નકલી વાળ હતા. ઝવેરાત પણ પહેર્યા હતા. શૃંગારમાં કોઈ ઉણપ નહોતી દેખાઈ રહી. એ જઈને ઘરમાં હાજર મહિલાઓની વચ્ચે સ્થાન જમાવી બેસી ગયો. જ્યારે પરિવારના લોકોને શંકા ગઈ તો આ વ્યક્તિને પકડવામાં આવ્યો. જોકે પોલીસને ખબર મળે તે પહેલા જ તે ઘરના આટલા બધા લોકોની સામેથી ચપટી વગાડતા ભાગી ગયો.
આ ઘટના બની એ વિસ્તારમાં ગોપીગંજ પોલીસ મથક આવે છે. અહીં એક ઘરમાં થોડા સમય પહેલા જ લગ્નનો પ્રસંગ હતો. ઘરમાં ઘણી મહિલાઓ હાજર હતી. એમની જ વચ્ચે એક યુવક (Man) ‘મોહીનીનું’ રૂપ ધરીને પહોંચી ગયો. મહિલાઓની વચ્ચે જઈ બેઠો. ઘરની મહિલાઓ પણ તેને ઓળખી ન શકી. જ્યારે કોઈને ઓળખ ન થઈ, તો આ કોણ છે તેવી મહિલાઓને શંકા ગઈ. કોઈએ પાછળથી તેના માથા પર હાથ રાખ્યો તો નકલી વાળ નીકળી હાથમાં આવી ગયા. એ પછી ધમાચકડી મચી ગઈ.
જોકે ઉસ્તાદ અને પાક્કા ચણા ખાઈને આવેલા આ યુવકને તેના કેરેક્ટરમાંથી કોઈ બહાર કાઢી ન શક્યું. વીગ નીકળી જવી. અને ઓળખ છત્તી થઈ જવા છતાં તે પોતાની ભૂમિકા નિભાવી રહ્યો હતો. જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય. મહિલાનો અવાજ કાઢીને લોકોની આંખમાં ધીમે ધીમે ધૂળ નાખી રહ્યો હતો અને લોકો પણ તેની વાતોમાં આવી રહ્યાં હતાં. સ્થાનિક લોકોએ પોલીસને સૂચિત કર્યાં ત્યારે બે બાઈક સવાર આવ્યાં અને સાડી પહેરેલ યુવક દોડીને બાઈક પર સવાર થઈ ગયો. જોકે છેલ્લે સુધી એ રહસ્ય પરથી પડદો ન હટ્યો કે યુવક કયા કારણોસર સાડી પહેરીને કોઈ અજાણ્યાના લગ્નમાં આવ્યો હતો. પારકાના લગ્નમાં તેને કયો લાડવો ખાવો હતો?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત