Homeગુર્જર નગરીપોલીસે ફિલ્મી ઢબે ત્રણ કિલોમીટર સુધી પીછો કરી પૂર્વ મેયરના પુત્ર ધર્મેશ...

પોલીસે ફિલ્મી ઢબે ત્રણ કિલોમીટર સુધી પીછો કરી પૂર્વ મેયરના પુત્ર ધર્મેશ પરમારના હત્યારાઓને પકડ્યા

Team Chabuk-Gujarat Desk: જૂનાગઢમાં ગઈકાલે કોંગ્રેસના પૂર્વ મેયર લાખા પરમારના પુત્ર ધર્મેશ પરમારની (Dharmesh Parmar) સરાજાહેર નિર્મમ હત્યા નિપજાવી ભાગી છૂટેલા આરોપીઓને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી પાડ્યા છે. એકદમ ફિલ્મી ઢબે આરોપીઓ ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને દબોચી લીધા હતા. ગઈકાલે જ લાખા પરમારના પુત્રની હત્યા નિપજાવી આ લોકો ફરાર હતા. જે પછી જૂનાગઢ ડિવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ ટીમ બનાવી આરોપીઓને પકડવા માટે ગાળીયો કસ્યો હતો.

આરોપીઓ રાજકોટ આવ્યા હતા ને ગોંડલ રોડ પર આવેલા પરીન ફર્નિચર પાછળ આવકાર સિટીમાં છુપાયા હોય ત્યાંથી રાજસ્થાન કલટી મારી જવા માટે વાહનની શોધખોળ કરી રહ્યા હતા. આ અંગેની બાતમી ઉચ્ચ અધિકારીઓને મળતા તેમણે તાલુકાની બે ટીમો મોકલી હતી. જોકે આરોપીઓ આવકાર સિટીમાંથી નીકળી ખેતર તરફ ભાગતા હતા ત્યારે પોલીસે ત્રણ કિલોમીટર જેટલો લાંબો રૂટ દોડીને પાર કરી તેમને પકડી પાડ્યા હતા.

પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં કમલેશ ઉર્ફે મચ્છર સુરેશ સોલંકી, ઋષિરાજ રશ્મિકાંત ઠાકોર અને રામ જીવરાજ વાળા હતા. ત્રણે આરોપીઓની ધરપકડ કરી જૂનાગઢ એસઓજીને સોંપી દેવામાં આવ્યા છે.

લાખા પરમારના પુત્ર ધર્મેશ પરમારની (Dharmesh Parmar) હત્યા ગઈકાલે કરવામાં આવી હતી. તેઓ સ્કૂટર લઈ જ્યારે બિલખા રોડ પર રામનિવાસ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. જેમાં ધર્મેશ પરમારનું મોત થયું હતું. ધર્મેશ પરમારની (Dharmesh Parmar) હત્યાના સમાચાર શહેર આખામાં પ્રસરી જતા ખળભળાટ મચી ગયો હતો. જે પછી પોલીસે નજીકના સીસીટીવી ચેક કરી આરોપીઓને પકડવા માટે પ્રાથમિક કવાયત હાથ ધરી હતી. આ અંગે સૌથી મોટો ગણગણાટ એ થઈ રહ્યો છે કે ચૂંટણીની અદાવતમાં ધર્મેશ પરમારની (Dharmesh Parmar) હત્યા કરવામાં આવી છે. કેટલાકને આ ઘટના પાછળ રાજકીય ગંધ પણ આવી રહી છે.

(અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments