Team Chabuk-Gujarat Desk: ચોમાસુ આવી ગયું છે. વરસાદની સાથે સાથે સર્પ નીકળવાની ઘટનાઓ પણ ઠેકઠેકાણે બની રહી છે. જામનગર જિલ્લામાં સૌથી વધારે સાપો નીકળવાની ઘટનાઓ સામે આવે છે. જોકે ફોરેસ્ટ વિભાગ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી સર્પપ્રેમીઓ અને સંસ્થાઓમાં નારાજગી વ્યાપી ગઈ હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે. એક એવો નિર્ણય કે જેમાં સામાજિક સંસ્થાઓ અને સર્પ પકડનારા વન મિત્રોને, સાપ નીકળે તો તેને પકડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પકડતા પહેલા સર્પમિત્રો પાસે આટલી વસ્તુ હોવી જરૂરી છે. કઈ કઈ? આગળ વાંચો.
આ કામગીરી પહેલા કોઈ પણ પ્રકારના ખર્ચ વિના થતી હતી. પછી એમાં વન વિભાગ દ્વારા કેટલાક નિયમો લગાડવામાં આવ્યા. વન વિભાગે હાલ પરિપત્ર બહાર પાડીને સર્પ પકડવાની કામગીરી પર જે રીતે પ્રતિબંધ મૂકી દીધો છે અને પરિપત્રમાં જે જે નિયમો છે, તેને જોતા કોઈ પણ સર્પપ્રેમી અને સર્પ પકડવા સક્ષમ વ્યક્તિ સર્પ પકડવા માટે ન જાય, કારણ કે એકસાથે કેટલાય નિયમોનું પાલન કરવાનું છે. આ બધા નિયમોનું એકસાથે પાલન કરી શકે એ માટે તેઓ હાલ સક્ષમ નથી. એટલા લાંબા લાંબા નિયમો છે કે સર્પ પકડવા જે તે વ્યક્તિ જાય એ પહેલા તો સાપ ક્યાંક ભાગી જાય! આથી એક બાજુ સર્પ પકડવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે.
આ અંગે એસીએફ ફોરેસ્ટ જામનગર રાધિકા પસરાણા એ જણાવ્યું હતું કે, સાપને પકડવા માટે વનવિભાગને સાથે રાખવાનો નિયમ તો પહેલાથી જ હતો. હવે સરકારમાંથી ટ્રેનિંગનો નિયમ આવ્યો છે. છ તાલુકાઓ એવા છે જ્યાં વનવિભાગ દ્વારા સાપ પકડવાની કામગીરી કરવામાં આવે છે. લોકો સ્ટેટ કન્ટ્રોલ 8320002000 નંબર પર તેમનો સંપર્ક કરી શકે છે. આથી કોણ સાપ પકડે છે વિગત જાણી શકાય.
વન વિભાગે પોતાના પરિપત્રમાં એ પણ જણાવ્યું છે કે જે લોકોને સાપ પકડવો હોય તેમણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. એમની વિરૂદ્ધ કોઈ ગુનો નોંધાયો નથી તેનું સર્ટિફિકેટ પ્રાપ્ત કરવાનું રહેશે. એ પછી તારીખ આવ્યે સક્કરબાગ ઝૂ દ્વારા તેમને બે દિવસની ટ્રેનિંગ અપાશે, ત્યાંનું સર્ટિફિકેટ અને વન વિભાગના કર્મચારીને સાથે રાખી સાપ પકડી શકે છે.
તો બીજી તરફ જામનગરના લાખોટા નેચર ક્લબના પ્રમુખ સુરેશભાઈ ભટ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વન્યજીવોને બચાવવાની કામગીર કરવી નહીં. જો કોઈ કરે તો સંસ્થાના નિયમો વિરૂદ્ધનું કામ ગણાશે. જો જે તે વ્યક્તિ પર કોઈ કાર્યવાહી થાય છે તો તેના માટે સંસ્થા જવાબદાર રહેશે નહીં. સાપ તથા ઘાયલ પશુ પંખી અંગે વન વિભાગનો સંપર્ક કરવો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત